હવે હું કોને રાખડી બાંધીશ...
-----------------------------------------------------------------------------------------------------------------------------
“ભૈયા, આ વરસે તો હું
ચેન્નાઈથી ઘરે આવીને તમને રાખડી બાંધવાની જ છું. તેને માટે મેં
સુંદર રાખડી ખરીદી પણ લીધી છે.” નાની બહેન
શિલાદેવીના પતિની ટ્રાન્સફર ચેન્નાઈ થઈ હોવાથી ગયા વર્ષે તે રક્ષાબંધન પર ઘેર આવી
શકી નહોતી.
“ચોક્કસ, બહેના, તારી રક્ષાનો હું ઇંતેજાર કરીશ, પણ અમારું સૈનિકોનું નક્કી નહીં. ભારતમાતાની રક્ષા માટે ગમે ત્યારે અમારે નીકળી જવું પડે.” કેપ્ટન સંજય મલ્હોત્રાએ પ્રેમથી બહેનને આવકારી.
“ભૈયા હું, તો ચોક્કસ આવવાની જ છું.” શીલદેવીએ જવાબ આપ્યો.
“હું તો માં ભોમની રક્ષા કરતો જવાન છુ, મારે પરમવીર ચક્ર લેવાનું છે, યુદ્ધમાં ગમે તે થઈ શકે છે.” કેપ્ટને વિશ્વાસથી કહયું.
“એવું ના બોલ ભાઈ.” શીલદેવી રડમસ થઈ ગયા.
લખનૌ પાસે સીતાપુર ગામમાં ખૂબ જ ગરીબ પરિવારમાં સંજયનો જન્મ થયો હતો. તેના પિતા પાનનો ગલ્લો ચલાવી ગુજરાન ચલાવતા હતા. સ્કૂલથી જ સંજયને દેશસેવા કરવા ફોજમા ભરતી થવું હતું.
સૈનિક સ્કૂલમાં ટ્રેનિંગ લઈ ફોજના ઇન્ટરવ્યુમાં સવાલ પૂછાયો, “અહી કેમ ભરતી થવું છે ?”
“સર, મારે દેશની રક્ષા કરતાં પરમવીર ચક્ર પ્રાપ્ત કરવું છે.” સંજયે પૂરા વિશ્વાસ સાથે જવાબ આપ્યો. આ જવાબથી બધા આફરીન થઈ ગયા અને સંજય સિલેક્ટ થઈ ગયો.
પોતાની આવડત
અને દેશપ્રેમની ધગશથી સંજય બઢતી મેળવતો ગયો. ધીમે ધીમે તે કેપ્ટન સંજય મલ્હોત્રા
બની ગયા.
કેપ્ટન સંજય મલ્હોત્રા ની માં એ કહ્યું, “બેટા, લડાઈના મેદાનમાં તું ઓફિસર છે, પાછળ રહેજે, આગળ જવાનોને રાખજે.”
સંજયે જવાબ આપ્યો, “માં, અમારી બાળકો સાથે લડાઈ થાય તો તું આગળ રહીશ કે પાછળ ?”
માં એ કહ્યું, તમે તો મારા સંતાનો છો, મારે તો આગળ જ રહેવું પડે ને.”
“બસ, માં, હું કેપ્ટન છું અને જવાનો મારા સંતાનો છે, એટ્લે યુદ્ધમાં મારે જ આગળ રહેવું પડે ને.” સંજયે દ્રઢતાપૂર્વક જવાબ આપ્યો.
સંજયને ગુરખા રાઈફલ્સમાં જે સહુથી બહાદુર જવાનોની પ્લેટૂન ગણાય છે તેમાં પોસ્ટિંગ મળ્યું. જૂન ૧૯૯૯ માં અચાનક પાકિસ્તાને કારગિલ પર હુમલો કર્યો. તેને ખલુબર અને બટાલિક ફીલ્ડમાં મોકલવામાં આવ્યા.
આગલી રાતે કેપ્ટન સંજય મલ્હોત્રા ની ટુકડીને પહાડીની ટોચ પર રહેલી દુશ્મનોની ચોકી પર કબ્જો જમાવી, ત્રિરંગો લહેરાવવાનું ખૂબ જ જોખમી કામ સોંપવામાં આવ્યું.
કેપ્ટન સંજયે હસતાં મોઢે આ જોખમી કામ સામેથી સ્વીકારીને અર્ધી રાત્રે અંધારામા ચટ્ટાનની ટોચે પોતાના જવાનો સાથે ચડવા લાગ્યા. તેમણે તેમની ટુકડીના વીર જવાનોને નારો આપ્યો, “વિજય યા તો વીરગતિ.”
કેપ્ટનના મનમાં એક જ ધૂન હતી, દુશ્મનોનો સફાયો કરી “પરમવીર ચક્રની પ્રાપ્તિ”.
દુશ્મનો જો એ ગામ પર કબ્જો કરે તો ભારતની માં, બહેન, દીકરીઓની ઇજ્જત ખતરામાં પડી જાય, પણ કેપ્ટનને તે મંજૂર નહોતું.
દુશ્મનોથી ભાગીને કદી પીઠ બતાવાય નહીં. ચટ્ટાન ચડતા કેપ્ટન સૌથી આગળ રહી દુશ્મનોનો ખાતમો કરી રહ્યા હતા.
૨૮ વરસના કેપ્ટન ચટ્ટાન ચડતા દુશ્મનોને વીંધી રહ્યા હતા. દુશ્મનો ગ્રેનેડ, મોર્ટાર ગોળા અને ગોળીબારી કરી રહ્યા હતા. દુશ્મનો ગુસ્સે ભરાયા. ઇલ્યુમેટિંગ રાઉન્ડ ફાયર કરવા માંડયા. કેપ્ટનની ટીમ ચારે બાજુથી ઘેરાઈ ગઈ હતી. આ રાઉન્ડથી ત્રણ મિનિટ સુધી દિવસ જેવી લાઇટ પડે છે, તેનાથી કેપ્ટનની ટીમ દેખાઈ જાય તેમ હતા. કેપ્ટન જેવા પહાડ પાછળથી નીકળ્યા કે તેમની ઉપર ગોળીઓનો વરસાદ વરસ્યો. એક ગોળી માથામાં અને એક ગોળી છાતીમાં ઉતરી ગઈ. તેમણે આપેલો નારો ‘વિજય યા વીરગતિ’ જાણે કે સિદ્ધ થઈ રહ્યો હતો.
કેપ્ટને
દોડીને બે ગ્રેનેડ ફેંકી દુશ્મનોનો સફાયો કરી નાખ્યો. ટોચ પરની ચોકી પરથી દુશ્મનો
ભાગી છૂટવાથી ચોકી પર ભારતનો તિરંગો લહેરાઈ રહ્યો હતો. અંતિમ શ્વાસ લેતા કેપ્ટન ત્યાં જ ઢળી પડ્યા.
તેમના છેલ્લા શબ્દો હતા, “ભારત માતા કી જય.”
ભારતમાતાની રક્ષા કરતાં કેપ્ટન શહીદ થયાના સમાચાર સાંભળતા જ તેના માતાપિતા અને બહેન શીલદેવી સુન્ન થઈ ગયા.
શીલદેવી શોક કરી રહ્યા હતા, “ભૈયા યે ક્યા હો ગયા, અબ મે રાખી કિસકો બાંધુગી.”
આંખોમાં આંસુ સાથે તેની માં એ જવાબ આપ્યો, “બેટા તેરા ભાઈ તો દેશ કી રક્ષા કરતે કરતે શહીદ હો ગયા, એની બહાદુરીને લીધે આજે દેશની લાખો બહેનો સુખચેનથી ઈજ્જત સાથે રક્ષાબંધન ઉજવશે. ઉસકા ગર્વ કરો.”
બહેન શીલાદેવીના આંસુઓથી રક્ષા ભીજાઇ રહી હતી, છતાં પણ ગર્વથી ઉન્નત મસ્તકે તેમણે નારો લગાવ્યો, “ભારત માતા કી જય.”
પંદરમી ઓગસ્ટે માઇક પરથી એનાઉન્સ થયું, પોતાની જાનની પરવા ન કરીને ભારતમાતા માટે શહીદ થયેલા કેપ્ટન સંજયને એનાયત થાય છે “પરમવીર ચક્ર” ચારે તરફ હાજર રહેલી જનમેદની પણ આંખોના આંસુ રોકી ના શકી.
ચારે તરફ તાળીઓ વચ્ચે સંજયના માતા અને બહેન પરમવીર ચક્ર સ્વીકારતા ગર્વથી ત્રિરંગાને સલામ કરતાં રડી પડ્યા.
કુદરત પણ જાણે કે ભારતમાતાની લાખો બહેનો, જનેતાની ઇજ્જત, આબરૂની રક્ષા કરનાર ભાઈને રડીને સલામ કરતી હોય તેમ આકાશમાંથી ધીમે ધીમે ટીપાં પડી રહ્યા હતા.
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
હવે હું કોને રાખડી બાંધીશ... - ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission




ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories