13 સપ્ટેમ્બર 2025

જે થયું તે સારૂ થયું, - ગુજરાતી લઘુ બોધ વાર્તા

 

જે થયું તે સારૂ થયું,

            કેતન સુરતથી નીકળી સાપુતારા જવા નીકળ્યો, ત્યારે કામમાં ને કામ માં સાંજ પડી ગઈ ખ્યાલજ  ના રહયો. કેતને સાંજે તેના ઘેર ગાડી કાઢી અને ચાલુ કરવા ગયો ત્યારેજ તેની પત્ની કેતકીએ કહયુ હવે રાત થવા આવી છે, આવા ડાંગના જંગલના વિસ્તારોમાં રાત્રે એકલા જવું ઠીક નથી. કાલે સવારે જજો ને.

            ના, મારે કાલે સવારે ગમે તેમ સાપુતારા પહોચયું જ પડે તેમ છે. સવારે સાડા નવે તો પાર્ટી સાથે જમીનના સોદા માટે મિટિંગ છે”. કેતને તેની પત્ની કેતકીને સમજાવતાં કહયુ.

            કેતકીને ઊંડેઊંડે કઇંક  બુરૂ થશે. તેની બીક લાગી રહી હતી,પણ કેતને તો ગાડીમાં બેસી સાપુતારા તરફ મારી મૂકી.

            સુરત મૂક્યું અને ડાંગના જંગલનો રસ્તો ચાલુ થયો અને કેતન પણ એકલો હોવાથી ડરથી કમકમી રહયો હતો. ઘનઘોર અંધારું, ચારે તરફ જંગલના મોટા મોટા ઝાડ, વચ્ચે વચ્ચે ચીબરીના અને તમરાના અવાજે કેતનને ગાડીના એન્જીનમાંથી પેટ્રોલની વાસ આવવા લાગી. તેણે વિચાર્યું પેટ્રોલની ટ્યુબ લીક થતી લાગે છે.

            ચારેતરફ ઘનઘોર અંધારું, કોઈજ લાઇટ નહિ. માનવ વસ્તી નહિ, હોટલ કે ધાબા નહિ, તેથી કેતનને વિચાર આવ્યો અહી ગાડી ઊભી રાખીને જોવું કે નહિ?” પણ તેનો જીવ ચાલતો ન હતો.    

            તે જંગલના રસ્તો થોડેક આગળ ગયો હશે ત્યાં તેના જોવાજ દેખાવનો,તેના જેટલી જ ઉચાઈનો માણસ હાથ હલાવીને ગાડી ઊભી રાખવા વિનંતી કરતો હોય તેમ લાગ્યુ.

            કેતનને આવા સૂમસામ રસ્તે એકલા માણસને જોઈ બીક લાગી, અને ગાડી ઊભી ન રાખવા વિચાર્યું.ત્યાં તેના મનમાં વિચાર આવ્યો આવા જંગલમાં એકલો માણસ દુ:ખનો માયો જ મદદ માંગતો હશે ને !વળી તેની સાથે વાતો કરતાં રસ્તો જલ્દી કપાશે, અને એક કરતાં બે ભલા. આમ વિચારી તેણે ઝાટકા સાથે બ્રેક મારી ગાડી ઊભી રાખી.

            મારૂ નામ કપિલ છે, અહી બાજુમાં નાના ગામડામાં હું રહું છુ, મારે સવારે સાપુતારા પહોચવું છે. મને લીફ્ટ  આપશો.અજાણ્યા માણસે વિનંતીના સ્વરમાં કહયુ. 

            શરૂયાતમાં તો કેતન અજાણ્યા માણસને ગાડીમાં લીફ્ટ આપતા અચકાયો., પણ પછી વિચાર્યું આવા જંગલમાં આ માણસને એકલો ક્યાં છોડવો ?”  

            સારૂ અંદર આવી જાવકેતને તેની બાજુમાં જ કપિલને બેસાડી,ગાડી ચાલુ કરી દીધી. કપિલતો બહુ વાતોડિયો નીકળ્યો. અલકમલકની વાતોમાં અડધો કલાક ક્યાં જતો રહયો તે ખબર જ ના પડી.

            પેટ્રોલની વાસ હવે વધી ગઈ હતી. કેતનને ગાડી ઊભી રાખી, તપસ કર્યા વગર છૂટકારોજ ના હતો.

            તેણે ગાડી ઊભી રાખી, બોનેટ ખોલી અંદર એન્જીનમાં જોતો હતો, ત્યાંજ તેના માથામાં બોથડ પદાર્થથી ફટકો લાગ્યો, અને તે બેભાન બની ઢળી પડ્યો.

            બીજે દિવસે સવારે એક મોટી ઉમરના દંપતીએ રોડ પરથી પસાર થતાં, રોડ ઉપર પડેલા કપડાં વગરના કેતનને જોયો. તેમને દયા આવી ગઈ, તેથી તેમની ગાડીમાં નાખી સાપુતારા સરકારી હોસ્પીટલમાં લઈ ગયા. તેને દાખલ કરવી, પોલીસના લફરાથી બચવા તરત જ જતાં રહયા.

            પાંચ છ દિવસ પછી કેતનને ભાન આવ્યું, તેના કપડાં હોસ્પીટલના હતા, માથામાં સખત દૂ:ખાવો હતો, ધીમેધીમે તેને યાદ આવ્યું કે સાપુતારા જવા તે સુરતથી નીકળ્યો હતો, પણ રસ્તામાં જ કોઈકે તેને માથામાં મારતા બેભાન થઈ ગયો હતો. ખ્યાલ આવી ગયો કે તે માણસ કપિલ જ હતો. તેનું પાકીટ માલસામાન ગાડી વિગેરે બંધુજ લુટાઇ ગયું હતુ. તેણે વિચાર્યું અજાણ્યા માણસને જો દયા કરીને લીફ્ટ આપી અને કેવું ખરાબ પરિણામ આવ્યુ ? “ પણ હવે કપિલને શોધવો ક્યા ?

            સંપૂર્ણ સાજો થઈને હાલતો ચાલતો થતાં તેને આઠ દિવસ હોસ્પિટલમાં જ થઈ ગયા. આ વાત વીસ વરસ પહેલાની છે, જ્યારે મોબાઇલની સગવડ નહતી, અને તેના ઘરનો ફોન મહિનાથી બગડી ગયો હતો., એટલે ઘેર જાણ કરવી પણ કઇરીતે ?

            તેને ચિંતા તેની પત્ની કેતકી માતપિતા અને એક ના એક પુત્ર કરણની હતી, તેના શું હાલ હશે ? રડી રડીને તેમના હાલ કેવા થયા હશે ??

            હોસ્પીટલમાંથી રજા લઈને કેતન બહાર આવ્યો ત્યારે તેની પાસે જરાપણ પૈસા ન હતા. આજુબાજુના દર્દીઓ પાસેથી માગી ભીખીને બસભાડાના પૈસા એકઠા કરીને સુરતની બસમાં બેસી ગયો. સુરત બસમાંથી ઉતરના તેનું હૃદય ધડકી રહયું હતું, ઘરવાળા બધા શું કરતાં હશે ?”

            લંગડાતી ચાલ, ઇજાગ્રસ્ત ઉતરી ગયેલો ચહેરો અને લધરવધર કપડાં જોઈ મહોલ્લામાં બધા તેને તાકીને જોઈ રહયા હતા. ઘર નજીક આવતા બહાર તેના દીકરા કરણે તેને જોતાં બૂમ પાડી ભૂત ભૂત,” કેતનને બહુ નવાઈ લાગી.

            ઘરની અંદર બધા સફેદ કપડાં પહેરીને બેઠાં હતા. સામે તેના ફોટા પાસે અગરબતી કરેલી અને ફૂલો ચડાવેલા હતા. તેના માબાપ અને કેતકી રડમસ ચહેરે બધાને પગે લાગી રહયા હતા. કેતન નાવાઈ પામ્યો. આ શું ? હું તો જીવતો છુ. અને મારુ જ બેસણુ ?”

            બધા કેતનને જીવતો જોઈ ઊભા થઈ ગયા નાસભાગ થવા લાગી.કેતનનું ભૂત આવ્યું કે શું ?’

            કેતકી રડતાં રડતાં ઊભી થઈ, કેતનને હાથ લગાડી બોલી અરે ! આતો કેતનજ છે.

            તેના માબાપ પણ હેબબાઈ ગયા અને બોલ્યા હે ! તો આપણે અગ્નિદાહ કોને આપ્યો ?” કેતનને યાદ આવતા બોલ્યો અરે ! તે તો કપિલ હતો. મને મારી બેભાન કરી લૂટીને ભાગી ગયો હતો. તે મર્યો કેવી રીતે ?”

            તેના પપ્પા બોલ્યા પોલીસે તારી કાર ઓળખી હતી, જે એક્સિડંટ થઈને બળી ગઈ હતી. તેની અંદરની લાશનો ચહેરો ઓળખાય તેવો હતો નહિ એટ્લે પોલીસે તારા સામાન અને ડ્રાઇવિંગ લાયસન્સ પરથી તને ઓળખીને અમને બોલાવ્યા હતા. પહેલા કારમાં આગ લાગી અને પછી ઝાડ સાથે એક્સિડંટ થયો હતો. તો એનો અર્થ એ કે અમે કપિલને અગ્નિદાહ દઈ આવ્યા, એમને !

            હા,પપ્પા, મેજ અજાણ્યા માણસને મારી કારમાં લીફ્ટ આપી ભૂલ કરી હતી. તેણે મને મારી બેભાન બનાવી કાર લઈ ભાગી ગયો હતો,પણ કારમાં પેટ્રોલ લીક થતું હોવાથી આગ લાગીને એક્સિડંટ થયો લાગે છે.કેતનને એક પછી એક બધુ યાદ આવી ગયું.

            ચાલો, જે થયું તે સારું થયું, જો એની જગ્યાએ તું હોત તો  તું પણ બળીને મારી જાતકેતનના મમ્મી બોલ્યા.

            કેતકી અને કરણ કેતનને જીવતો પાછો જોઈ હરખથી રડી રહયા હતા. બેસણામાં બેઠેલા લોકો શું કરવું તે વિચારી રહયા હતા.

            કેતકી તરત અંદર જય સફેદ સાડી બદલવી,માથામાં સિંદુર પૂરી બહાર આવી ત્યારે ચારેતરફ ગમને બદલે ખુશીનો માહોલ થઈ ગયો.

            કેતકી વિચારી રહી હતી,” જે થયું તે સારૂજ થયું, લુટાઇ ગયા પણ જાનતો બચી ગઈ. ઉપરવાળાની દયા અપરંપાર છે.


 If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/


જે થયું તે સારૂ થયું, - ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories