15 સપ્ટેમ્બર 2025

જિંદગીની ખરી કમાણી - ગુજરાતી લઘુ બોધ વાર્તા


 

જિંદગીની ખરી કમાણી


-----------------------------------------------------------------------------------------------------------------------------

                તમે જોઈને સ્કૂટર નથી ચલાવતા? હમણાં મારી સાથે અકસ્માત થઈ જાત તો !  અબ્દુલભાઈ રિક્ષામાંથી ઉતરીને બૂમો પાડવા લાગ્યા.

            મે સાઈડ તો બતાવી હતી, તમે પાછળથી રોંગ સાઈડ કાપીને આવ્યા છો.ડૉ. ભટ્ટને નવાઈ લાગતી હતી,આ તો ચોર કોટવાલને દંડેએવી ઘાટ થયો હતો.

તડોક્ટરને  જુવાનિયાઓને સંભાળીને ડ્રાઇવિંગ કરતાં આવડતું જ નથી,ડોક્ટર તડોક્ટરને  નહિ છોડુંઅબ્દુલભાઈ હજી ઝઘડવના જ મૂડમાં હતા,જો કે તે ટેન્શનમાં પણ લાગતા હતા.

            તેમણે રિક્ષા બાજુ પર લઈ લીધી. ભટ્ટજીએ પણ સ્કૂટર સાઇડમાં પાર્ક કરી બાંયો ચડાવી દીધી. બંને સામસામે દોષારોપણ કરી રહ્યા હતા, દિલ્હી ચકલા વિસ્તારનો ટ્રાફિકજામ થઈ ગયો.

            બેટા, જવા દે અત્યારે. તારા બાબાની તબિયત સામે જો. તેને જલદી સારવારની જરૂર છે.અંદર બેઠેલા મોટી ઉમરના માજી, જે તેની મા જેવી લાગતી હતી. તે તેના દીકરાને શાંતિ રાખી, ઝઘડો નહી કરવા સમજાવી રહી હતી. ડોકટરે રિક્ષામાં નજર કરી તો માજી સાથે એક નાની ઉમરના બહેન તેના બાબાને ખોળામાં રાખી બેઠાં હતાં. નાનું બાળક સખત રીતે હાંફી રહ્યું હતું.

            મારૂ બીમાર બાળક મારી મજબૂરી છે, નહી તો મે તુઝે છોડતાં નહી. બાદ મે દેખ લૂંગા.અબ્દુલભાઈએ જાણે યુદ્ધબંધી જાહેર કરી અને રિક્ષામાં બેસવા ગયા.

            ડોક્ટરને પણ લાગ્યું કે નાનું બાળક બીમાર છે, તેની સારવાર માટે આખું કુટુંબ નીકળી ગયું લાગે છે. રાતના નવ વાગી ગયા હતાં એટ્લે તેમણે પણ સ્કૂટર સિવિલ તરફ ભગવી દીધું.

            પિસ્તાલીસ વર્ષ પહેલાંની આ વાત છે. એ વખતે ડૉ. ભટ્ટ તાજા જ એમ ડી પાસ થઈને બાળરોગ નિષ્પાત બની સિવિલના જ બાળકોના વોર્ડમાં સિનિયર રજિસ્ટ્રારની ફરજ બજાવતા હતાં.

            એ વખતે એમ ડી પાસ થયા પછી ત્રણ વરસનો શૈક્ષણિક અનુભવ પૂરો કરવા સિનિયર રજિસ્ટ્રારનું પણ એક વરસ કરવું પડતું હતું.

            અમારા યુનિટની ઈમરજન્સીનો વારો હતો. વોર્ડમાં હાઉસમેન,રજીસ્ટ્રાર વગેરે તો ચોવીસ કલાક હાજર રહી ફરજ બજાવતા જ હોય, પણ વધારે ગંભીર અને અધરો કેસ હોય તો જ સિનિયર રજીસ્ટ્રારને કોલ કરી બોલાવતા.

            ડૉ.ભટ્ટને એ સાંજે અગત્યના કામે નદી પાર જવું પડેલું, જે પૂરું થતાં ડોક્ટર સિવિલમાં ફરજ બજાવવા જઈ રહ્યા હતાં.   

            એ જમાનામાં સ્કૂટર હોવું એ પણ લક્ઝરી હતી. હજી ડોક્ટર લાલદરવાજાથી મિર્ઝાપુર થઈ દિલ્હી ચકલા તરફ વળી રહ્યા હતા, ત્યાં જ પાછળથી જોરદાર સ્પીડમાં રિક્ષા આવી અને રોંગ સાઇડમાં આગળ જતાં અકસ્માત થતાં રહી ગયો. રિક્ષા ડ્રાઈવર અબ્દુલભાઈ સાથે થોડી ચક્મક થઈ,પણ પછી મોડું થયું હોવાથી ડોક્ટર ભટ્ટ સીધા સિવિલ પહોંચી, પી.જી.ક્વાટર્સમાં કપડાં બદલી વોર્ડમાં જવાની તૈયારી કરવા લાગ્યા.

            અબ્દુલભાઈના બાબા મુનાફને ત્રણ દિવસથી તાવ, શરદી, ઉધરસ અને શ્વાસ ચાલુ થઈ ગયો હતો. છાતી ધમણની જેમ ઊછળી રહી હતી. મુનાફ મોએથી કઇં પણ લઈ શકતો ન હતો. તે બેભાન જેવો થઈ જતાં.તેમના ફેમિલી ડોક્ટરે તેને તરત જ દાખલ કરવા જણાવેલું. એટ્લે તેના પપ્પા અબ્દુલભાઈ, મમ્મી અમીનાબેન અને દાદી ફાતિમાબહેન રિક્ષામાં સિવિલમાં દાખલ કરવા જઇ રહ્યા હતાં.

            સિવિલમાં દાખલ થઈ ,બાળકોના વોર્ડમાં પહોંચી ગયા.ત્યાં મુનાફની આ હાલત જોઈ બધા જુનિયર ડોક્ટરો વિચારમાં પડી ગયા. ઓક્સિજન ચાલુ કરી. શું સારવાર આપવી તે નક્કી કરવા લાગ્યા.

            ડોક્ટર સાહેબ, જલ્દી મારા મુનાફની સારવાર ચાલુ કરો,’ અબ્દુલભાઈ કરગરી રહ્યા હતા.

            અમે ઑક્સીજન ચાલુ કરી દીધો છે. હમણાં અમારા સિનિયર ડોક્ટર આવે પછી,નિદાન થયા પછી ફાઇનલ ટ્રીટમેન્ટ ચાલુ કરીશું.ત્યાંના હાઉસમેને જવાબ આપ્યો.

            તે ક્યારે આવશે?’ અબ્દુલભાઈ ચિંતામાં બોલ્યા.

            હમણાં જ આવશે, અમે કોલ મોકલી દીધો છે.હાઉસમેને જવાબ આપ્યો.

            ફાતિમાબહેને ચિંતાથી કહ્યું,’ડોક્ટર સાહેબ જલ્દી આવે તો સારું.બે મિનિટ બાદ ડો. ભટ્ટને  સ્ટેથોસ્કોપ સાથે આવતા જોઈ ત્રણ જણા આશ્ચર્યચકિત થઈ, અંદરથી ભયભીત થતા હોય તેમ લાગ્યું.             

            ફાતિમાબહેને તેના પુત્રવધૂ અમીનાબહેનને બાજુમાં લઈ જય ધીમેથી કહ્યું,’અરે,આ તો પેલો સ્કૂટરવાળો જ લાગે છે.

            અબ્દુલભાઈ હજુ અકસ્માતવાળી ઘટના મનમાં યાદ કરીને ડરી રહ્યા હતા. તે મનમાં બોલ્યા: આ ડોક્ટર તો લડાઈનો બદલો લેશે કે શું?

            અમીનાબહેને તેના સાસુને કહ્યું:હવે શું કરીશું, આ ડોક્ટર તો મુનાફને સાજો નહિ જ કરે.

            આટલી મોડી રાત્રે તો જવું ક્યાં ? કાલે સવારે વિચારીશુંઅબ્દુલભાઈએ મનમાં વિચાર્યું.

 

            મોટી ઉમરના ફાતિમાબહેને તેના દીકરા અને વહુને બાજુમાં લઈ જઈ કહ્યું:તમે બંને ગભરાતા નહીં. ડોક્ટરો તો દર્દીને હમેશા સાજો કરતાં જ હોય છે. અલ્લાહમાં વિશ્વાસ રાખો,સૌ સારા વાનાં જ થશે.

            ત્રણે જણાં નીચું જોઈ ડોકટરે પાસે આવ્યા.ડોક્ટર સાબ, અમારા બચ્ચાને સાજું કરજો, ઉપરવાલા તુમ્હે બરકત દેગા.

            ડો. ભટ્ટ તેમનો ડર સમજી ગયા. તેમણે શાંતિપૂર્વક જવાબ આપ્યો: તમે જરાપણ ચિંતા ના કરો. આવા નાનામોટા વિવાદ તો ચાલ્યા કરે, તેને સારવાર સાથે કોઈ જ મતલબ નથી. અમે ડોક્ટરો તો અમારી ફરજ બજાવીએ જ છીએ.

            મુનાફને તપાસીને છાતીનો અર્જન્ટ એક્સ-રે પડવતાં નિદાન સ્પષ્ટ હતું વરાધ.

            જેની સારામાં સારી સારવાર ડૉ. ભટ્ટે ચાલુ કરાવી દીધી. અબ્દુલભાઈના કુટુંબમાં હિંમત આવતી ગઈ. દર દસ મિનિટે મોનિટરિંગ ચાલુ જ હતું. બાટલા, ઈંજેકશનો અને સારવારનો બે કલાકમાં પ્રતિભાવ આવતો જણાયો.

            રાતના બે બાગે મુનફે આંખો ખોલી ,હાંફ ઓછો થઈ ગયો, મોંમાં થોડું પાણી અને દૂધ લીધા. ડૉ. ભટ્ટ હજી વોર્ડમાં જ હતા.

            અરે! આ ડોક્ટરની મહેનતથી કમાલ થઈ ગઈ. આપણો મુનાફ ભાનમાં આવી ગયો.અમીનાબહેન બોલતાં રડી પડ્યાં.

            અબ્દુલભાઈ મનમાં પસ્તાઈ રહ્યા હતા. રાતના અઢી વાગે તેમણે પુછ્યું: ડોક્ટર સાબ, તમારે માટે ચા નાસ્તો લઈ આવું ?”

            ડૉ. ભટ્ટે પ્રેમપૂર્વક ના પાડી. પરિણામ સારું આવ્યું હોવાથી તેમને પણ આનંદ સાથે ઉત્સાહ વધી ગયો. ડૉ. ભટ્ટે તે રાત્રે વોર્ડમાં ઈમરજન્સી રૂમમાં જ સુવાનું વિચાર્યું. બધા જુનિયર ડોક્ટરો અને સિસ્ટરને નવાઈ લાગી. હજુ સુધી કોઈ સિનિયર રજીસ્ટ્રાર રાત આખી વોર્ડમાં સૂતા ન હતા.

            સિસ્ટર તો અમીનાબહેનને પૂછવા લાગ્યા: આ સિનિયર ડોક્ટર તમારા ઓળખીતા લાગે છે, તમારા મુનાફ માટે ફિલ્ડિંગ ભરે છે.

            જવાબમાં અમીનાબહેન ગળગળા થઈ ત્રણે જણાં મુનાફની તબિયત માટે ચિંતામુક્ત બની ગયા.

            બીજા દિવસે તો મુનાફની તબિયત એકદમ સુધારવા લાગી, તાવ ઉતરી ગયો. હાંફ બેસી ગયો અને ખાવા-પીવાનું નોર્મલ થઈ ગયું.

            ત્રીજા દિવસે મુનાફને રજા આપી ત્યારે અબ્દુલભાઈ ખુશ થતા બોલ્યા: ડોક્ટર સાહેબ, અમારા મુનાફને બચાવીને તમે કરેલો ઉપકાર અમે જિંદગીભર નહિ ભૂલીએ.

            ફાતિમાબહેન ડોક્ટરને દરગાહના મન્નતનો પ્રસાદ આપી ગયા, પછી તેમને એક પ્રકારનો પ્રેમનો સંબંધ પ્રસ્થાપિત થઈ ગયો.

            વરસ પછી ડૉ. ભટ્ટ સિવિલમાંથી તેમની પોતાની હોસ્પિટલ પાલડી મેઇન રોડ પર ચાલુ કરી ત્યારે ઉદઘાટન પ્રસંગે અબ્દુલભાઈ મુનાફ સાથે હાજર હતા. તે બધાને મળીને કહેતા હતા,”જુઓ,આ ડોક્ટરની મહેનતથી જ મુનાફ બચી ગયો છે.

            પછી પણ અબ્દુલભાઈ કેટલા બધા બાળક દર્દીઓને ડૉ. ભટ્ટની હોસ્પિટલમાં લઈ આવ્યા. આજે તો તેમની જગ્યાએ મુનાફ રિક્ષા ચલાવે છે, પણ હજુ કોઈ બાળદર્દીને જુએ કે, તેને ડૉ.ભટ્ટની હોસ્પિટલ લાવી સારવાર કરાવતાં કહે છે, “આ ડોક્ટર સાચી મહેનતથી તમારા બાળકને બચાવી લેશે.

            ડોક્ટરની જિંદગીની આજ તો ખરી કમાણી છે ને!

            ડોક્ટરો ફક્ત રૂપિયા જ નહિ, માનવીની લાગણી,પ્રેમ અને ઉપરવાળાની દુઆ પણ કમાય છે, એ અહેસાસ હવે ડોક્ટરને થઈ ગયો છે.


-----------------------------------------------------------------------------------------------------------------------------


 If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/


જિંદગીની ખરી કમાણી - ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories