ઈમાનદાર મુનિમ
“શેઠ સાહેબ,
મારી દીકરી રૂપાના લગ્ન લેવાના છે,
આપની મદદ માટે આવેલ છુ.” અરિહંત કેમીકલ્સના માલિક ધનેશભાઈની
કેબિનમાં મુનિમ દિલીપભાઇ શેઠને વિનંતી રહયાં હતા.
“હજુ હમણાં તો તમને પગાર વધારો આપ્યો છે, પછી વધારે શું આપુ ?” ધનેશભાઈ યુવાનીના તોરમાં કામમાં વ્યસ્ત હોવાથી ઉપર જોયા વગર જવાબ
આપ્યો.
“શેઠ,
હું આપની પેઢીમાં છેલ્લા આડત્રીસ વરસથી નોકરી કરું છુ, આ ધોળાવાળ અહી કામ કરતાં જ આવ્યા છે, હવે આ ઉમરે હું બીજા કોની પાસે લોન
માગું ?” દિલીપભાઇ કરગરતા
બોલ્યા.
“જુઓ,
મુનિમ, તમે હવે ઘરડા થયા છો, આતો પિતાજી ગયા વરસે ગુજરી ગયા, ત્યારે તમારી ખાસ ભલામણ કરતાં ગયા છે.
એટલે તમને કામ પર ચાલુ રાખેલ છે,
નહિતર ક્યારના નિવૃત કરી દીધા હોત.”નાના શેઠ બગડયા.
“શેઠ,
હું લોન જેમ બને તેમ જલ્દીથી ચૂકવી દઇશ.મારા પત્ની ગુજરી ગયા પછી
દીકરી અને દીકરાની જવાબદારી પૂરી થાય એટલે બસ આવતા મહિને લગ્ન માટે લોન આપવા
મહેરબાની કરો તો સારૂ.”
“કેટલા રૂપિયા જોઇએ છે?” શેઠને એમકે ત્રીસથી ચાલીસ હજાર માગશે.
“શેઠ,ત્રણ
લાખ
રૂપિયાની લોન લેવી છે. બેબીના લગ્ન અને બાબાની કોલેજ ફીના ભરવાના છે.” દિલીપભાઇ ગભરતા ગભરતા બોલ્યા.
આટલી મોટી રકમ સાંભળી ધનેશભાઈ ઊભા થઈ ગયા.” ત્રણ લાખની રકમ શું ઝાડ
ઉપર ઊગે છે? તમારું મગજ ગાંડું થયું છે
કે શું, જાવ કામે લાગી જાવ,” કહીને શેઠે મુનિમને ધમકાવી નાખ્યા.
મુનિમ સહેમાતા અને ગભરતા પોતાના ટેબલ ઉપર
ગયા. રૂપિયા ક્યાંથી લાવવા તેની ચિંતામાં તેમણે કોઈ કામ સૂઝતું ન હતું.
સાંજના ચાર વાગે શેઠે તેમણે બોલાવી પાંચ
લાખ અર્જન્ટ બેંકમાં ભરવા જણાવ્યુ. તેમણે સામે એટલા ચેક બીજે દિવસે આપવાના હતા.
દિલીપભાઈએ રૂપિયા ગણી શેઠે આપેલ બેગમાં મૂકી બેંકમાં ભરવા ઉપડી ગયા. પહોચ્યા ત્યારે બરાબર ક્લોઝિંગ ટાઈમ થયો હોવાથી કેશ
લેવાની બંધ થઈ ગઈ. હવે શું કરવું? તેમની
ઓફિસ પણ
બંધ થઈ ગઈ હતી.
ડરતાં
ડરતાં દિલીપભાઇ રૂપિયાની બેગ ઘેર લાવીને સાચવીને કબાટમાં મૂકી તાળુ મારી દીધુ.
રાત્રે જમવામાં તેમના પુત્ર બિરેને પપ્પાને પુછ્યું “પપ્પા,મારી
કોલેજ ફી
ની વ્યવસ્થા થઈ કે નહિ.”
વળી રૂપા પણ
ચિંતામાં બોલી “પપ્પા, આવતા મહિને મારા લગ્ન છે, રૂપિયાનો બંદોબસ્ત થયો.”
“બેટા,
હું તેનાજ કામમાં લાગી ગયો છુ,”કહેતા
દિલીપભાઇ રડવા જેવા થઈ ગયા.
વહેલી
સવારે ઉઠ્યા ત્યારે દિલીપભાઇ ઘરની હાલત જોઈ ચોંકી ગયા. કબાટનું તાળુ તૂટેલું
હતું. અંદર બેગ ગુમ હતી, મુખ્ય દરવાજાની આંકડી
તૂટેલી હતી. દિલીપભાઈએ હાંફળાફાંફળા બની બન્ને બાળકોને ઉઠાડયા, રાત્રે ચોર આવ્યો ક્યાંથી અને આટલી
મોટી રકમ ઉપાડી ગયો તે વિચારે દિલીપભાઇ ધ્રુજી રહ્યા હતા. તરતજ શેઠને દિલીપભાઈને
ફોન કરી ચોરીની વિગત જણાવી.
કલાકમાં શેઠ અને પોલીસ પાર્ટી ઘેર પહોચી
ગયા, ધનેશભાઈ ખૂબ ગુસ્સામાં બરાડયા,
“તમે,
બેંકમાં રૂપિયા
ભર્યા કેમ નહિ ? ઘેર આટલું બધું જોખમ
રખાય જ નહિ.”
“શેઠ, બેંકમાં કેશ લેવાનું બંધ થઈ
ગયું હતું,તેથી ઘેર મે સાચવીને બેગ કબાટમાં મૂકી હતી.” દિલીપભાઇ રડમસ અવાજે બોલ્યા.
પોલીસ પાર્ટી
તપાસમાં અને ફિંગરપ્રિન્ટ લેવાના કામમા પડી ગઈ. ધનેશભાઈ
ગુસ્સામાં ઈન્સ્પેકટર ગોહિલ સામે જોઈ બોલ્યા,”સાહેબ,મને તો આ મુનિમના જ કારસ્તાન
લાગે છે, હજુ ગઇકાલે સવારે જ
તેમણે ત્રણ લાખની લોન માગી હતી, તેથી તેમનું જ મન લલચાઈ
ગયું લાગે છે,” પકડી લો તેમને અને મને
મારા રૂપિયા અપાવો.
“શેઠ,
અમારી તપાસ
ચાલુ જ છે, સાબિતી વગર કોઈને પકડી શકાય નહિ” ઈન્સ્પેકટર ગોહિલે સમજાવતા
કહ્યું. દિલીપભાઇ ધ્રુજી રહયા હતા. તેમણે ગડગડાતાં
કહયુ “શેઠ,મે
આટલા
વર્ષોમાં ઈમાનદારીથી નોકરી કરી છે, એક
રૂપિયાનો
ગફલો કરેલ નથી, હું ચોર નથી.”
“તમેજ
ચોરેલ છે, મારા રૂપિયા “ ધનેશભાઈ પણ મક્કમ હતા. પોલીસ
પાર્ટી અને ધનેશભાઈ તપાસ પૂરી કરી નીકળી ગયા.
બપોરે જમીને દિલીપભાઇ આડા પડ્યા.પણ ઊંઘ
આવે ક્યાંથી? ત્યાં બાજુમાં રૂમમાં
ગુસપુસ સાંભળી ધીમેથી ત્યાં પહોચી વાત સાંભળવા
લાગ્યા. બિરેન ધીમેથી રૂપાને કહી રહયા હતો
“ આ પપ્પા પણ મૂરખ છે, આટલા વરસોથી નોકરી કરે છે,પણ
શેઠે લોન પણ ના આપી, મે રાત્રેજ કબાટમાં થી બેગ
સરકાવી
લીધી છે. હવે મારી ફી અને તારા લગ્ન થઈ જશે.”
રૂપાએ ધીમેથી પુછ્યું “વાહ,
પણ તે કઈ
રીતે કર્યું?” બિરેને કહયુ,”ગઈ સાંજે પપ્પા ગભરાતા સાચવીને બેગ
મુકતા હતા, તેથી ખબર પડી ગઈ કે તેમાં
માલ છે. મે રાત્રે ચોરીનું નાટક ગોઠવી બેગ સેરવી લીધી.”બન્ને ખુશ હતા, કે હવે પૈસાની તકલીફ દૂર થઈ ગઈ છે.
દિલીપભાઇ આ સાંભળી ચકરાઈ ગયા તેમનું
ઈમાનદાર લોહી ઉકળી ઉઠ્યુ “શેઠના રૂપિયા પરત કરી દે, નહિ તો હું પોલીસને જાણ
કરી દઇશ.” કહેતા તેમણે બીરેનને ધમકાવ્યો.
“એટલે તમે તમારા દીકરાને
જેલમાં
નાખશો?” રૂપાએ બગાડતાં કહયુ.” શેઠ તમને આપ્યુ છે શું, આ રૂપિયા નસીબજોગે મળી
ગયા છે.
“મારી ઈમાંદરીના ભોગે એક પણ રૂપિયો મારા ઘરમાં ના જોઈએ. પછી જે થવાનું હોય તે થાય.” દિલીપભાઇ હવે ખૂબ વ્યથિત થઈ ગયા.
“આ
ડોસાનું
ચસકી ગયું છે. હાથમાં આવેલા રૂપિયા ખોટી
જીદ
કરીને ગુમાવવા માંગે છે.” જુવાન દીકરો અને દીકરી રૂપિયા
પરત કરવા માન્યા જ નહિ. મુનિમ પહેરેલ કપડે
ગુસ્સામાં
પહોચી ગયા પોલીસ સ્ટેશને. પોતેજ ગુનો કાબુલી પોલીસ કસ્ટડીમાં પહોચી ગયા અંદર.
બિરેન અને રૂપા સમજી ગયા પપ્પા માનશે નહિ, તેથી પહોચી ગયા મનાવવા
પોલીસ કસ્ટડીમાં .
“પપ્પા,તમારી
જીદ છોડો,
હાથમાં આવેલા રૂપિયા છોડાય નહિ.” બિરેને ગુસ્સે થઈ સમજાવ્યા.
“બેટા, બાળકોની ભૂલ તેના માબાપે
માથે લેવી જ પડે, હજુ કહયુ છુ.શેઠના
રૂપિયો પરત કરીદો.”
“આ
જિદ્દી ડોસો માનશે જ નહિ, જવા દો, બે દિવસમાં સીધો થઈ જશે.” કહેતા બિરેને અને રૂપા
પપ્પાને ભાંડતા પરત કરી ગયા.
બહાર ઉભેલા જમાદારે વાત સાંભળતા સાહેબને વાત કરી, રૂપિયા બાળકોએ ચોર્યા છે, અને તેનો ગુનો બાપે
પોતાના પર લઈ જેલમાં જાતે જ બંધ થયો છે, જાણી
બધા
પોલીસ સ્ટાફ નવાઈ પામ્યા. ગોહિલ સાહેબે શેઠને વિગતે વાત કરી,શેઠ, તમારો ચોર પકડાઈ ગયા છે.”
રાત્રે નવ વાગે
દિલિપભાઈને કસ્ટડીમાથી છોડતા જમાદારે કહયુ “તમારી
ફરિયાદ
પાછી ખેંચાઇ છે.”
“હે, કોણે ખેંચી ?” કહેતા દિલીપભાઇ ગભરતા બહાર
આવ્યા.”
ગોહિલ સાહેબની જોડે શેઠને બેઠેલા જોઈ નવાઈ
પામ્યા. ધનેશભાઈએ દિલિપભાઈને કહયુ “બધી વાતની મને ખબર પડી છે, તમારી ઈમાનદારી માટે મને
માન થયું છે. મે જ તમારી ફરિયાદ પરત ખેંચી છે. છોકરાઓ જુવાનીમાં ભૂલ
કરે પણ
ગુનો બાપ પોતાની શિરે લઈ ઈમાનદારી
દર્શાવેતે ખૂબ મહાન છે.”
દિલીપભાઇ મુનિમની
આંખોમાં પાણી આવી ગયા. તેમની ઈમાનદારીથી આખો પોલીસ સ્ટાફ તેમને સલામી આપી બહુ માન
કર્યું.
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
ઈમાનદાર મુનિમ - ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission





ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories