07 સપ્ટેમ્બર 2025

શંકાનો કીડો - ગુજરાતી લઘુ બોધ વાર્તા

 

શંકાનો કીડો


            મયંકભાઇ , અત્યારે સારી તક આવી છે. આ જીવનવીમાંની નવી જ કંપની ચાલુ થઈ છે, તેથી તમારા બંનેનો આઠ આઠ લાખનો જીવનવીમો લેશો તો પણ શુરુયાતના બેત્રણ વરસ સાવ નજીવા પ્રીમિયમથી કામ ચાલશે અને તમે બંનેને આઠ લાખનું જીવનવીમાંનું કવચ મળશે.તેમના મિત્ર રફીકભાઈ વીમા એજન્ટને નાતે નવી કંપનીના જીવનવીમાનું માર્કેટિંગ કરી રહ્યા હતા.

            મયંકભાઇ વિચારમાં પડી ગયા. મોના સાથેના તેમના લગ્નને હજુ દોઢ વરસ જ થયું હતું. પ્રાઈવેટ કંપનીમાં ક્લાર્ક કમ એકાઉન્ટન્ટ હોવાથી તેમનો પગાર સામાન્ય હતો. ઘરનું ગુજરાન સારી રીતે ચાલતું, પણ બચત એટલી બધી ન થતી કે બંનેનો આઠ આઠ લાખનો વીમો લઈ શકાય.

            ના, મને આટલી મોટી કિંમતનો વીમો ના પોસાય.પ્રિમિયમના રૂપિયા ક્યાંથી લાવીશ”? મયંકભાઇએ તેમના મિત્રને પેટ છૂટી વાત કરી.

            કઈ વાંધો નહિ, તને હું પહેલા બે વરસ પ્રિમિયમમાંથી પાંત્રીસ ટકા કમિશન પેટે પરત કરીશ,પછી શું કામ ચિંતા કરે છે ?” રફીકભાઈએ પોતાને મળતું કમિશન પોતાના મિત્રને પરત કરતી  લલચામણી ઓફર કરી.

            હવે મયંકભાઇ લલચાઈ ગયો. પોતાને પોષાતું ન હોવા છ્તાં બંનેનો આઠ લાખ રૂપિયાનો જીવનવીમો કરાવ્યો.

            બીજા અઠવાડિયે તેમના પત્ની મોનાબહેનને તાવ ,કફ,અને છાતીમાં દૂ:ખાવો ચાલુ થયો. ડોક્ટરે બધી જ તપાસો કરીને ફેફસાંની ગંભીર બિમારીનું નિદાન કર્યું. તેને આગળની સારવાર કરાવીને દાખલ કરવી પડે તેમ હોવાથી મોટી હોસ્પિટલની ચિઠ્ઠી લખી આપી.

            મયંકભાઇ ચિંતામાં પડી ગયા. માંડ માંડ ઘરનું ખર્ચ કાઢતા હતા તેમાં હજુ ગયા  અઠવાડિયે જ મોટી કિંમતના બંનેના વીમા લીધા હતા. તેથી ડોક્ટરને પુછ્યું: ખર્ચ કેટલો થશે?”

            મોટી હોસ્પીટલમાં દાખલ થઈએ એટ્લે સહેજે બેત્રણ લાખની સગવડ તો રાખવી જ પડે.ડોક્ટર સાહેબે  સમજાવતાં કહ્યું. મયંક ધ્રુજી ગયો.

            તેણે કહ્યું: આટલી બધી સગવડ હાલમાં તો નથી. મારે સગવડ કરતાં બેત્રણ અઠવાડિયા થઈ જશે.

            જો આમાં સારવાર મોડી થાય કે તેમાં કસર થાય તો જિંદગીનું જોખમ રહેલું છે.ડોક્ટરે સમજણ પાડી.

            બાજુમાં બેઠેલા મોનાબહેન આ બધુ સાંભળતા હતા તે મનમાં કમકમી ગયા. મયંકભાઈને સગવડ થાય ત્યાં સુધી તત્કાલ તેમના ફેમિલી ડોક્ટરની સારવાર ચાલુ કરી. તેમની ગણતરી ગમે તેમ સગવડ થાય પછી મોનાબહેનને મોટી હોસ્પીટલમાં દાખલ કરી સારવાર ચાલુ કરવવાની હતી.

            મોનાબહેન વિચારી રહ્યા હતા કે મને સારવાર નહિ મળે અને કઈ થઈ જશે તો ? વળી પેલા ડોક્ટરે જીવના જોખમનો વહેમ ધાલ્યો હતો તે મનમાં સળવળ્યા કરતો.

            સાંજે કબાટમાંથી કપડાં કાઢતા તેમની પોતાની આઠ લાખની વિમાની પોલોસી હાથમાં આવી ગઈ. તે વિચારે ચડ્યા. મને સારી સારવાર વગર રાખીને મયંક મારો આઠ લાખનો વીમો પકાવી કમાવાના પેંતરા કરે છે કે શું ?” તેમનો મૂડ ઓફ થઈ ગયો.

            બીજા દિવસે મયંકભાઇ ઓફિસે ગયા પછી એકલા પડી ગયેલા મોનાબહેન ચિંતામાં બેઠા હતા. ત્યાં તેની બહેનપણી સોના મળવા આવી.   

            કેમ આટલી બધી ચિંતામાં દેખાય છે ?” પહેલા તો મોનાએ કાઇ જવાબ ના આપ્યો. પછી રડતાં રડતાં પોતાના ગંભીર રોગની અને વીમાની વાત કરી.

            હમમ, એમ વાત છે ! તને યાદ છે આપની બહેનપણી લતાને પણ ગંભીર કેંસરની બીમારી થયેલી, તે   છુપાવી તેના વરે દશ લાખનો વીમો લઈ લીધો  અને સારવાર પોષાતી નહતી,કહીને સારવાર ના કરાવી. તેના મરણ બાદ વીમાના દશ લાખ રૂપિયા તેના વરને મળી ગયા. પછી તો તેણે બીજા લગ્ન પણ કરી લીધાં અને હવે લહેર કરે છે. સોનાએ વિગતવાર રજૂયાત કરી.

            મોનાબહેનની શંકા મજબૂત થઈ ગઈ. તેના મગજમાં ઘૂસી ગયું કે મયંક મને મારીને આઠ લાખ બનાવી લહેર કરવા માંગે છે. એટ્લે જ તેણે આટલી મોટી રકમનો મારો વીમો લીધો છે. તેમને મનમાં પોતાના પતિ માટે નફરત થઈ ગઈ. બંને વચ્ચે ઝઘડા ચાલુ થઈ ગયા. તેમના દામ્પત્ય જીવનમાં તિરાડ પડી ગઈ.

            રાત્રે બંને ડબલબેડ પર સાથે સૂતા, પણ પ્રેમ અને સંબંધ બિલકુલ નહિ. મયંકભાઇ પણ આ ફેરફારથી અજાયબ હતા. અડધી રાત્રે ઊંઘમાં તેમણે મોનાના ગળા પાસે એક મોટા કાનખજુરાને જોયો. મયંકે તરત જ એક હાથ મોનાના ગળા ઉપર રાખી બીજા હાથે કાનખજુરાને દૂર કર્યો. ત્યાં જ મોનાની ઊંઘ ઊડી ગઈ. તેને શંકા ગઈ, ગળું દબાવી મયંક મને મારવાની કોશિશ કરે છે. તેણે બૂમ પાડી: મને મારીને મારો વીમો પકાવવો છે કે શું ?” મયંક ડધાઈ ગયો.

            એક વખત શંકા મનમાં ઘર કરી જાય પછી માણસની સાચી વિચારવાની શક્તિ કુંઠિત થઈ જાય છે. શંકાની કીડો મગજને કોરી ખાય છે. ઊંઘમાંથી ઊઠીને તેણે બૂમ પાડી: તું મોટી હોસ્પીટલમાં મારી સારવાર એટ્લે જ નથી કરાવતો કે હું મરી જાઉં પછી આઠ લાખ તારા.

            મયંકને તો સ્વપેય ખ્યાલ ન હતો કે તેના ઉપર આવા આક્ષેપ મુકાશે. તેણે મોનાને બહુ સમજાવી: વીમો તો તારી બીમારીના અઠવાડિયા પહેલાં લેવાઈ ગયો છે અને તેમાય શરૂયાતના પ્રીમિયમ ભરવા તેના મિત્ર એજેંટ રફીકભાઇએ મદદ કરી છે.

            પણ મોના ન માની તે ન જ માની. રાત્રે ને રાત્રે બેગ ભરી તે પિયર જતી રહી. મયંકે તેને રોકવા, મનાવવા અનેક વિનંતિઓ કરી પણ પરિણામ શૂન્ય !

            પોતાના માબાપને ઘેર પહોંચી મોનાએ બીમારીનો અને વીમાની બધી વાત શરૂથી અંત સુધી કરી. તેના પપ્પા બોલ્યા : બેટા કઈ વાંધો નહિ, હું સગવડ કરું છુ. તું એ જ મોટી હોસ્પીટલમાં દાખલ થઈ જ. દશ દહાડામાં તો મોના સાજી નરવી થઈને પિયરના ઘેર પરત આવી ગઈ. તેનો હોસ્પિટલનો તમામ ખર્ચ તેના પિયરથી માબાપે ઉપાડી લીધો હતો.

            બીજા દિવસે ગુસ્સે થયેલી મોના પહોંચી મીઠાખળી મહિલા પીલીસ સ્ટેશને અને પી.આઈ. ગુપ્તા મેડમને ફરિયાદ લખવી. મેડમ,મારો પતિ મને મારીને આઠ લાખનો વીમો પકાવવાના પેંતરા કરી રહ્યું છે.

            ગુપ્તા મેડમે તરત જ મયંકને પોલીસ સ્ટેશન બોલાવી ખુલાસો માંગ્યો. મયંકે તમામ ખરી હકીકતો જણાવી. તેને માટે કરેલા ખર્ચના બિલો બતાવ્યાં. મોટા સરવારના ખર્ચાની સગવડ થયે દાખલ કરી સારવાર કરાવશે અને તે માટે જોગવાઈ કરી રહ્યો છે તેમ પણ જણાવ્યુ. તેણે પોતાની ઘેર લઈ જવાની તૈયારી પણ દર્શાવી.

            પણ મોનાના મનમાં ઘૂસેલી શંકા ન ગઈ તે ન જ ગઈ. એક વખત મનમાં શંકા જતી રહે પછી ગમે તેવો અમૃતનો પ્યાલો પણ ઝેરનો પ્યાલો જ દેખાય છે અને સુંદર ફૂલોનો હાર પણ ગળાફાંસો જ લાગે છે. એટ્લે જ કહ્યું છે ને કે :

            મન હી ઈશ્વર, મન હી અલ્લાહ, મન સે બડા ના કોઈ

            ગુપ્તા મેડમે અને બીજી પોલીસ કોન્સટેબલ બહેનોએ પણ બહુ જ સમજાવી કે, પોતાના ઘેર જઇ શાંતિથી જિંદગી બસર કરે, પણ મોનાએ તો છૂટાછેડાનો કેસ દાખલ કરી દીધો છે જેની મુદતો એક પછી એક ચાલુ છે.


 If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/


શંકાનો કીડો  - ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories