રૂપિયાની તાકાત
“ રૂચી, હેપ્પી વેલેન્ટાઇન
ડે ! તારા માટે ખાસ નવા જ મોડલનો આઇફોન લાવ્યો છું. તને બહુજ ગમે છે ને !” રૂપકે બહુજ આશા
સાથે રૂચી સાથે સંબંધ અને દોસ્તી વધારવા
કિંમતી ભેટ ઓફર કરી.
“રૂપક તું કીમતી
ભેટો આપીને મારૂ દિલ જીતવા માગે છે, પણ હું તો પહેલીથી જ રવિને ચાહું છું , અને એની સાથે જ
લગ્ન કરીશ રૂચી એ સ્પષ્ટ વાત કરી.
“રૂચી હું તારો પ્રેમ પામવા ગમે તેટલો ખર્ચ કરવા તૈયાર
છું” રૂપકે પણ
પોતાના કરોડપતિ હોવાનો ફાંકો જતાવ્યો .
“રૂપક, પૈસાથી જિંદગીમાં
બધું જ મેળવી શકાતું નથી. ભૂખ, ઊંઘ,અને પ્રેમ
પૈસાથી ખરીદી ના શકાય. જિંદગીમાં પૈસા જ બધુ નથી. સમજ પડી.” રૂચી એ ગુસ્સે થઈને
કહયું અને રૂપકની કિંમતી ભેટ પરત કરી.
છેવટે
જતા જતા રૂપકે પડકાર ફેકયો”
રૂચી
, હું તને પૈસાના
જોરે મેળવીને જ રહીશ.”
સી.બી.આર્ટ્સ
કોલેજના ફાઇનલ બી.એ.ના વર્ગમાં જબરો પ્રણય ત્રિકોણ રચાયો હતો. ફેશનેબલ દેખાવડી
આકર્ષક રૂચી ના કોલેજમાં અનેક આશિકો હતા. બધા જ તેની પાછળ દિવાના હતા, પણ તે સામાન્ય, ગરીબ ઘરના રવિને
દિલ દઈ ચૂકી હતી.
રવિના પિતા રીક્ષા ચલાવીને ઘર ચલાવતા.
ભણવામાં તે હોશિયાર હતો, હેન્ડસમ તો
ખરો જ, સાથે સાથે
મહેનતુ અને મહત્વાકાંક્ષી પણ હતો. હમેશા ભણવામાં પહેલે નંબરે જ હોય, આથી જ તે રૂચી નો
માનીતો હતો. ક્લાસમાં રૂચી હમેશા રવિને જ
ભાવ આપતી. તેને રવિની સાદગી અને હોંશિયારી ગમી ગયા હતા. તે રવિની નોટ્સ લેવાને
બહાને સંપર્ક કર્યા કરતી,
તેની
સાથે વાંચવામાં પણ કોલેજની લાયબ્રેરીમાં સાથે ને સાથે જ હોય.
પૈસાદાર
કરોડપતિ બાપનો એકનો એક રૂપક પણ દેખાવડો તો હતો જ, પાછો કોલેજમાં મોટી લક્ઝરી કાર લઈને આવે
ત્યારે કોલેજની અનેક છોકરીઓ તેની દોસ્તી માટે ફાંફા મારતી, પણ તેને તો દેખાવડી
રૂચી જ ગમી ગઈ હતી. તેથી તે રૂચી ની આગળ પાછળ કોઈને કોઈ બહાને આંટાફેરા કર્યા
કરતો.
ફાઇનલના
વર્ષમાં અંતે તેણે સિત્તેર હજારનો નવો જ આઇફોન ખરીદીને રૂચી નો પ્રેમ પામવા
પ્રયત્ન કર્યો, પણ નિષ્ફળ
!
રૂચી
એ તે પરત કર્યો, અને રવિનો
ફક્ત એકવીસ રૂપિયાનો ગુલાબનો ગુલદસ્તો સ્વીકારી રવિ સાથેનો પ્રેમ જાહેર કરી દીધો.
રવિ
અને રૂપક પણ પાછા ખાસ મિત્રો હતા. એક કરોડપતિ અને બીજો સામાન્ય ઘરનો, છતાં બન્નેની
દોસ્તી આખી કોલેજમાં પ્રખ્યાત હતી. છેને અજબ ત્રિકોણ !! રૂચી રવિ પાછળ દિવાની તો રૂપક રૂચી પાછળ પાગલ.
રવિને
તો બી. એ. કરીને અમેરિકા આગળ એમ.બી.એ. કરવા જવું હતું,પણ તેની પાસે
ટિકિટના જ પૈસા નહિ, પછી
અમેરિકાની કોલેજની ફીના આઠ લાખ રૂપિયા તો ક્યાંથી લાવે?
કરોડપતિ
રૂપક બિન્દાસ રખડ્યા કરતો,
તેને
ભણવાની ક્યાં જરૂર હતી ? તેના
પપ્પાની ઓફિસમાં બી.એ.થઈને બેસી જ જવાનું હતું ને !
ફાઇનલ બી.એ.ની વાર્ષિક પરીક્ષાઓ પૂરી થઈ
અને કોલેજ જવાનું બંધ થઈ ગયું. રૂચી માટે
તો તેના માબાપે જ્ઞાતીના મુરતિયાઓ બતાવવાના ચાલુ કર્યા. પણ તેને કોઈ મુરતિયો
નજરમાં આવતો જ ન હતો. તેના મમ્મીપપ્પા પણ ચીડાયા “તારે કેવો છોકરો જોઈએ છે, એ બોલને !” મમ્મીએ ચીડાઈને
કહયુ.
અંતે
રૂચી એ તેના કોલેજના પ્રેમી રવિ સાથે લગ્નની વાત કરી. “બેટા,તેનું ઘર કેવું છે ? તેના પપ્પા શું કરે
છે? તેનું
કુટુંબ કેવું છે?” રૂચી ઉપર જાણેકે પ્રશ્નનો મારો ચાલુ થઈ ગયો.
“મમ્મી, તેના પપ્પા રીક્ષા
ચલાવે છે. તે લોકો રાયખડની એક ચાલીમાં રહે છે.” રૂચી એ ફોડ પાડ્યો.
“ગાંડી થઈ છે? તું પરણીને ચાલીમાં
રહી શકીશ?” તેના મમ્મી
ચીડાયા. “આ લગ્ન
શકયજ નથી.” તેના પપ્પા
બરાડયા. તે બેંકમાં ઓફિસર હતા,તેથી તેની દીકરી ચાલીમાં રહે તે સ્વીકાર્ય જ ન હતું.
રૂચી
એ રાજીખુશીથી ચાલીમાં રહેવાની તૈયારી બતાવી, ગરીબીમાં એડજસ્ટ થવાની ખુશી દર્શાવી પણ તે રવિને છોડવા
તૈયાર ન હતી. પણ તેના મમ્મી પપ્પા એકના બે ના થયા. અંતે રુચિને બહાર રખડવાની અને
આગળ ભણવાની મનાઈ આવી ગઈ.
મોડી
રાત્રે રૂચી એ રવિને મોબાઈલ કરી બધી વાતથી વાકેફ કર્યો. બન્ને ચિંતામાં વિચારવા
લાગ્યા, હવે શું
કરવું? અંતે રૂચી
એ નક્કી કર્યું. “ રવિ, આપણે ભાગીને જ લગ્ન
કરવા પડશે. ધીમે ધીમે બધું ઠેકાણે પડી જશે.”
“રૂચી મને વિચારવાનો સમય આપ” રવિએ જવાબ આપ્યો.
અઠવાડિયા પછી રવિનો મોબાઈલ આવ્યો,”રૂચી ,આજ રાત્રે દશ વાગે
ભાગવા તૈયાર રહેજે.”
રૂચી ને નવાઈ લાગી. અઠવાડિયા પછી રવિ એકદમ
કેમ તૈયાર થયો ? પણ અંતે
તેણે રાત્રે ભગવાની તૈયારી કરી લીધી. તેણે રાત્રે જમીને દાગીના અને દશ હજાર રૂપિયા
રોકડા થેલામાં ભર્યા. માબાપને કાયમ માટે અલવિદાની અને માફીની ચિઠ્ઠી લખી, પાછલે દરવાજેથી
ભાગી નીકળી.
રવિની
મોટરબાઇક રાત્રે સાડાદશે સરખેજ-સાણંદ હાઈવે ઉપર દોડી રહી હતી. પાછળ તેને વળગીને
બેઠેલી રૂચી ભવિષ્યના સુંદર સ્વપ્નામાં
ખોવાઈ ગઈ હતી. રસ્તામાં એક શાનદાર ફાર્મહાઉસ તરફ રવિએ બાઇક વાળી. રૂચી એ પુછ્યું “ અહી શું છે ?”
આજે
રાત્રે આપણે અહિયાં જ રૂપકના ફાર્મહાઉસમાં રોકાવું પડશે. કાલે સવારે આપણે કોર્ટ
મેરેજ કરી લઈશું.”
“સારૂ” રૂચી ખુશ થઈ, તે પણ રૂપકને બતાવવા માંગતી હતી કે જો મે મારા પ્રેમી
રવિને પૈસાની પરવા કર્યા વગર પામી લીધોને !”
રૂપકે
તેના ફાર્મહાઉસમાં સુંદર ભોજન અને સરસ આગતા સ્વાગતા કરી. રૂચી તો રૂપકના સાથ
સહકારથી અચંબામાં પડી ગઈ.
રવિએ
કહયુ “હું જરા
ઘેર જઇ તૈયારી કરી કલાકમાં આવું છુ. તું રૂપક સાથે વાતો કર. રવિ તો ગયો તે ગયો જ.
સવાર થઈ, બપોર થઈ, બીજા દિવસની રાત
પડી ગઈ પણ રવિ પરત જ ના આવ્યો. આખો દિવસ રૂપકે તેની સાથે રહી સુંદર ભોજન અને
આગતાસ્વાગતા કરી. રૂચી થી પાછા પોતાના ઘેર તો જવાય તેમ હતું જ નહિ. હવે કરવું શું?
બીજા
દિવસે હતાશ થઈ તેણે છરીથી હાથની નસ કાપી આત્મહત્યાનો પ્રયાસ કર્યો, પણ રૂપકે તેને
બચાવી લીધી. હવે તેને રૂપકની સાલસતા અને સજ્જનતા ગમવા લાગી હતી. તેણે વિચાર્યું “ રવિ તો બાયલો
નીકળ્યો, એના કરતાં
આ રૂપક મારૂ કેટલું બધુ ધ્યાન રાખે છે.”
અંતે
રૂચી અને રૂપકે કોર્ટ મેરેજ કરી, હનીમૂન માટે
મોરેશયસ ઉપડી ગયા. રૂચી ખૂબ ખુશ હતી
રાત્રે બાર વાગે રૂપકનો મોબાઈલ રણકી ઉઠ્યો. તે ઊભો થઈ બહાર નીકળ્યો અને ધીમેથી વાત
કરી. “ રવિ તારો
બહુ જ આભાર. તું અમેરિકા પહોંચી ગયો ને, મે તારી ટિકિટ અને ફીના રૂપિયાની વ્યવસ્થા કરી દીધી હતી, એટ્લે તકલીફ નહિ
પડી હોય. વધારે રૂપિયા જોઇએ તો મંગાવજે”
રૂચી પણ જાગતી હોવાથી ધીમે પગલે બહાર આવીને તમામ વાત
સાંભળી તેની સાથે થયેલ બનાવટથી ભાંગી પડી. રૂપિયાના જોરે અંતે રૂપકે તેને મેળવી
લીધી હતી.
હવે
રડવાથી શું થાય? અંતે
રૂપિયાના જોર આગળ પ્રેમ પણ પાંગળો બની ગયો.
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
રૂપિયાની તાકાત - ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission





ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories