આંતરમન
“ચાલને ધવલ, કમીનાના શુટિંગમા એક જ વાક્યનું શુટિંગ અંધેરીના સ્ટુડિયોમાં પતાવી આપણે તારી ભાભીને લેવા એરપોર્ટ જવાનું છે.” હિન્દી પીકચરનો જાણીતો હીરો રાજેશકુમાર તેના ખાસ મિત્ર ધવલને સમજાવતા બોલ્યો.
“કેમ રવિનાભાભી બહારગામથી અહીં મુંબઈ આવવાના છે ?” ધવલે પૂછ્યું.
“હા યાર, રવિના અઠવાડિયાથી તેના પિયર અમદાવાદ ગઈ છે, તેના પપ્પા બીમાર હતા ને તેથી. આજે સાંજે ફ્લાઇટમાં આવવાની છે.” રાજેશકુમારે કહ્યું. અઠવાડિયાથી એકલો સાવ કંટાળી ગયો છું, મમ્મીપપ્પા છે, પણ રવિના જેવી કંપની તો ન જ આપી શકે ને.!”
“અરે વાહ, તારી જુદાઈના સાત દિવસ આજે પૂરા થઈ જશે, પછી તું તો અમને યાદ પણ નહીં કરે ને !” કહેતા ધવલ હસી પડ્યો.
રાજેશકુમારનું બે વર્ષમાં હિન્દી પીકચરના હીરો તરીકે નામ જામી ગયું હતું.
ગુજરાતી હીરો રાજેશકુમારના લગ્ન છ મહિના પહેલા જ થયા હતા, ત્યાં જ રવિનાના પપ્પાને હાર્ટએટેક આવતા રવિનાને પિયર જવું પડ્યું હતું.
રાજેશકુમાર જુદાઈના દિવસો પૂરા થશેના વિચારે આનંદમાં ઝૂમી રહ્યો હતો. રવિના સાથેના પ્યારના દિવસો યાદ કરતાં તે આનંદમાં રવિના સાથે મિલનની ફેન્ટસીમાં આવી ગયો હતો.
અંધેરીમાં સ્ટુડિયો પહોંચ્યા ત્યારે ડાયરેક્ટર ભુષણ ખન્નાએ મુવીના શુટિંગનો સેટ તૈયાર કરી દીધો હતો. ફક્ત એક જ વાક્યનું હિરોએ ગુસ્સામાં શુટિંગ કરવાનું હતું. “હરામી છોડુંગા નહીં, તુઝે દેખ લૂંગા.” ડાયરેક્ટરે આખો સીન સમજાવી, હિરોને ગુસ્સા સાથે બોલવા કહ્યું.
રાજેશકુમાર પત્ની સાથેના મિલનના ખ્વાબમાં ચૂર હતો તેથી તેના ચહેરા પર ગુસ્સાના ભાવ આવતા જ નહોતા.
એક વાર, બે વાર, ત્રણ વાર રીટેક થયા પણ ગુસ્સાથી લાલચોળ ચહેરો ન દેખાય ત્યાંસુધી ઓકે થાય તેમ ન હતું. ડાયરેક્ટર ભુષણભાઈ ચિડાયા.
“અરે ! તુમ ગુસ્સે હોતે હો કે ખુશ હોતે હો, સમજ હી નહીં આતા”
“મેં ઇતની કોશિશ તો કરતાં હું ગુસ્સે હોને કી” રાજેશકુમારે કહ્યું. તે બહારથી ગુસ્સે થવાની એક્ટિંગ કરતો હતો, પણ અંદરથી તો તે મિલનના આનંદમાં ઝૂમી રહ્યો હતો.
એમને એમ કલાક વીતી ગયો, છ સાત રીટેક થયા, પણ હીરોના ચહેરાના હાવભાવ બદલાયા નહીં, હવે કરવું શું ?
રવિનાની ફ્લાઇટ આવવાનો સમય થઈ રહ્યો હતો. ડાયરેક્ટર તેના મિત્ર ધવલને અંદર કેબિનમાં લઈ ગયો અને વિનંતીભર્યા સ્વરે બોલ્યો, “યે રાજેશકુમાર કો સમજાઓને !” ધવલે વિચારીને કહ્યું, “મેં કુછ કરતાં હું.”
પાંચ મિનિટ પછી હીરોનો મોબાઈલ રણકી ઉઠ્યો. તેની મમ્મીનો ફોન હતો, “બેટા, ગજબ હો ગયા, રવિના કો ટકલું કે ગુંડા ઊઠાં કે લે ગયા.”
રાજેશ એકદમ ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. તેના ચહેરાનો રંગ ફરી ગયો, આંખો ચકળવકળ થવા લાગી. તે બરાડયો, “સાલા ટકલું મેરે સાથ ઝગડે કા બદલા મેરી વાઈફ સે લીયા, બાયલા હૈ, મેં છોડુંગા નહીં.”
તરત તેણે ડાયરેક્ટરને ઘરે જવાનું કહ્યું, ડાયરેક્ટરે એક જ ડાયલોગનું શૂટિંગ કરી જવાનું કહ્યું. રાજેશકુમાર કેમેરા સામે આવી, ગુસ્સામાં બરાડયો, “હરામી, કમીને તુઝે છોડુંગા નહીં, દેખ લુંગા.” ચારે તરફ તાળીઓ ગુંજી ઉઠી, ડાયરેક્ટર ખુશ થઈ બોલ્યા, “અબ તુમ જલ્દી જાઓ.” શૉટ ઓકે હતો.
રાજેશકુમાર ડ્રાઈવરને ગાડી ઝડપથી ઘરે લેવા જણાવ્યુ. રસ્તામાં ધવલ તેને શાંત પાડી ધરપત આપતો રહ્યો, “દોસ્ત, ચિંતા ના કર, ભાભી ઘરે આવી જશે.”
રાજેશ રસ્તામાં પોલીસ કમ્પ્લેન કરવી હોય તો કયા પોલીસ સ્ટેશનમાં કરવી તે વિચારતો હતો, ત્યાં ઘર આવી ગયું.
ઘરે પહોંચ્યા ત્યાં બધુ સૂમસામ હતું, તે હાંફળોફાંફળો માબાપ પાસે દોડ્યો, તો બંને હસી રહ્યા હતા. તેના પપ્પા ધવલને તાલી દેતા બોલ્યા, “બેટા, તું રવિના આવશે ના વિચારે ખુશ હતો, તેમાં તારા ચહેરા પર ગુસ્સાના ભાવ આવતા જ નહોતા, એવો ધવલનો ફોન આવતા અમે આ નાટક કર્યું હતું, તેમાં જ તે સુંદર શૉટ આપી દીધો.”
“શું મમ્મી પપ્પા, તમેય મને ચિંતામાં અર્ધો કરી દીધો. હું એટલો ગુસ્સે થઈને હાંફળોફાંફળો થઈ ગયો હતો, કે મને કઈક થઈ જાત તો ?” કહેતા રાજેશકુમાર ગંભીર બની ગયા. હજુ તેના ચહેરા પર ટકલુંને મારવાનો ગુસ્સો ઝળકી રહ્યો હતો.
“બેટા, તારી સાથે ધવલ તને સાચવીને સાંત્વના આપી રહ્યો હતો ને, પછી શું ચિંતા ? સારું પરિણામ મેળવવા થોડું જોખમ તો લેવું જ પડે ને !” મમ્મીએ હસતાં હસતાં કહ્યું.
અંદરથી રવિના હસતી હસતી બહાર આવીને બોલી, “ચાલો, જોખમ સાથે સરસ શૂટિંગ તો થયું ને ! તમારું નામ થઈ જશે, આ પિક્ચરમાં જો જો.”
સાચે જ કમીના પીકચર પહેલા જ અઠવાડિયે હીટ થઈ ગયું. તેણે પહેલા જ અઠવાડિયે વધુમાં વધુ કમાણી કરી. બધા ડિસ્ટ્રિબ્યુટરો આ પિક્ચરના રાઇટ લેવા દોડાદોડી કરવા લાગ્યા.
હીરો રાજેશકુમારનાં ચહેરાના ભાવ અને ગુસ્સો એકદમ વાસ્તવિક લાગતાં હતા. લોકો તેના આ સિનનો ડાયલોગ સાંભળવા બે અને ત્રણ વાર કમીનાની લાઇનમાં ઊભા રહેવા લાગ્યા.
આજેય રાજેશકુમારના “કમીના” પીકચરમાં આ સીન પર લોકો ઊછળી ઊછળી ને તાલીઓ પાડીને પૈસા ફેંકી રહ્યા છે.
ખરેખર આંતરમનમાં રહેલા સુખદુખ, ડર વિગેરે ભાવ ચહેરા પર કુદરતી રીતે આવી જાય છે, કૃત્રિમ રીતે શૂટિંગમાં કે નાટકમાં તે લાવવા મુશ્કેલ છે. બે વિરુદ્ધ ભાવ સુખ દુખ, પ્રેમ અને ગુસ્સો બંને એકસાથે મનમાં આવતા નથી કે ચહેરા પર તેના ભાવ પણ આવતા નથી.
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
આંતરમન - ગુજરાતી લઘુ બોધ વાર્તા
Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories