ગયેલો સમય પાછો ક્યાં આવે છે ?
મકબૂલને ચિત્રો
દોરવાનો જબરો શોખ હતો. શરૂયાતથી જ તેનાં દોરાયેલાં ચિત્રોની વાહ વાહ થતી. તેનો હાથ
પણ એટલો ઝડપથી ફરવા લાગતો કે જાણે તે પેઇન્ટિંગ માટે જ પેદા થયો હોય તેમ લાગતું.
હવે તો તે દશમા
ધોરણમાં આવી ગયો હતો, પરંતુ તે
ભણવાને બદલે ચિત્રો દોરવામાં જ સમય ગુજારતો. તેનાં માબાપ અબ્બાસભાઈ અને ફાતિમાબહેન
તેની ખૂબ ચિંતા કરતાં.
અબ્બાસભાઈ
રાષ્ટ્રીયકૃત બેંકમાં ક્લાર્કની નોકરી કરતાં, એમનો પગાર સારો હતો. ચાર જ માણસોનુ કુટુંબ હતું. એકનો એક દીકરો મકબૂલ
અને એક દીકરી શાબીના . તેમના પત્ની
ફાતિમાબહેન પણ બંને બાળકોની પરવરિશ અને ભણતર માટે ખૂબ જ તકેદારી રાખતાં. બંનેની
ઈચ્છા હતી કે મકબૂલ ભણીગણીને ગ્રેજ્યુએટ
થાય અને તેને સારી નોકરી મળી જાય. પણ મકબૂલ તો પેઇન્ટિંગમાં જ વ્યસ્ત રહેતો. તેથી
બંને જણાં મકબૂલને લઈને મારી પાસે આવ્યા.
“કેમ એવું કહો છો
? તેનું મન શોમાં લાગેલું છે ?” મેં પુછ્યું.
સાહેબ, શું વાત કરું. જેટલો સમય તેણે ભણવામાં કાઢવો જોઇયે
તે બધો સમય ચિત્રો દોરવામાં જ કાઢે છે.” અબ્બાસભાઇએ હૈયાબરાળ કાઢી.
“ભલેને ! તેનો રસ જેમાં હોય તેમાં જ આગળ વધારોને .” મેં સૂચન કર્યું.
“આમાં પેટ શું ભરવાનું ? ભણેગણે તો સારી નોકરી તો મળે.” ફાતિમાબહેન બોલ્યાં.
“એવું કઇં નથી. હવે તો પેઇન્ટિંગ અને આર્ટ્સના ઘણાં
કોર્સ ચાલે છે. તેમાં મૂકી દેજો. એમ. એફ. હુસેનનાં ચિત્રોના લખો રૂપિયા ઊપજે છે ને
!” મેં જવાબ આપ્યો.
બહાર નીકળતાં બંનેના
મગજમાં આવી કોઈ વાત બેઠી નહી. બન્નેએ તો તેને ભણાવીને બેંકમાં ઓફિસર જ બનાવવો હતો.
આગલી પરીક્ષામાં તેનો
દેખાવ સાબ ખરાબ હતો. અબ્બાસભાઈ અને ફાતિમાબહેનની જબાન “ બેટા વાંચ, બેટા વાંચ “ કહી
કહીને કૂચો વળી ગઈ હતી.
પ્રિલિમની પરીક્ષામાં પણ એ જ પરિણામ આવ્યું. મકબૂલ ત્રણ
વિષયમાં ફેઇલ હતો છ્તાં પણ તે હજીયે ચિત્રોજ દોરી રહયો હતો. અબ્બાસભાઈ સાંજે
બેંકમાંથી થાકીને ઘેર આવ્યા.
મકબૂલને પ્રિલિમનું
રિઝલ્ટ બતાવવા કહ્યું. ફાતિમાબહેન ગુસ્સે થઈને વિવશતાપૂર્વક બરાડયા: “ત્રણ વિષયમાં ફેઇલ, છ્તાં હજુ માનતો જ નથી. ચિત્રો દોર્યે જાય છે.”
એમનો ગુસ્સો હાથમાં ના
રહ્યો. તેમણે આવીને મકબુલનાં દોરેલાં તમામ ચિત્રો ફાડી નાખ્યા, રંગ ઢોળી નાખ્યા અને પીંછીઓ ફેંકી દીધી.
મકબૂલ પણ સામે ગુસ્સે
થઈને બરાડ્યો,
“ અબ્બા, આ શું કર્યું ? મારી બધી મહેનત પાણીમાં ગઈ.”
તેનું મગજ કામ કરતું ન
હતું. તે પહેરેલે કપડે તે બહાર નીકળી ગયો. અહીંતહીં રાખડીને થાકીને કાલુપુર
સ્ટેશને રાત્રે પહોંચી ગયો.
રાત પડી ગઈ, છ્તાં મકબૂલ ઘરે ના આવતા માબાપ ચિંતામાં પડી ગયાં.
કાલુપુર, રિલીફ રોડ, માણેકચોક બધે જ ફરી વળ્યા.
પણ દીકરાનો પત્તો ના લાગ્યો. આખી રાત પસ્તાવામાં અને રડવામાં પસાર થઈ ગઈ.
સવાર પડતાં જ કાલુપુર
પોલીસ સ્ટેશને મકબૂલ ગુમ થયાની ફરિયાદ નોંધાવી દીધી. પો. ઈન્સ્પેકટર સૈયદ સાહેબે
તમામ પોલીસ સ્ટેશનોએ ફોટા,માહિતી
મોકલ્યા પણ નિષ્ફળ ! મકબૂલનો કોઈ જ પત્તો ન હતો.
આ બાજુ મકબૂલ થાકીને
એક નંબરના પ્લેટફોર્મ પર ઊભેલી ગુજરાત મેલમાં ચડીને ડબ્બામાં એક ખૂણામાં સૂઈ ગયો.
સવારે મુંબઈ સેન્ટ્રલ સ્ટેશને રેલવેના હમાલે તેને ઉઠાડીને બહાર કાઢ્યો.
આ રીતે પહેલી વખત બહાર
નીકળેલો મકબૂલ ભૂખ્યો તરસ્યો ,મુંબઈ
શહેરમાં આમ તેમ ઘૂમી રહ્યો હતો. કોઈને તેની સામે જોવાનો કે મદદ કરવાનો સમય જ ન
હતો. બે જુવાનિયાઓએ તેને બોલાવીને ચહા-નાસ્તો કરાવ્યો અને તેમના ઘેર ધારાવીની
ઝૂપદપટ્ટીમાં લઈ આવ્યા. મકબૂલ તેમની વાતોમાં ભોળવાઈ ગયો. આખો દિવસ તેણે અમ્મી અને અબ્બાને યાદ કરવામાં વિતાવ્યો, પણ મોડે મોડે તેને ખ્યાલ ગયો કે તે છોકરાઓને ઉઠાવી
ભીખ મંગાવતી જગુ ગેંગમાં ફસાઈ ગયો હતો .
મોડી રાત્રે તેનાં ખોરાકમાં
ધેન આપી ઊંઘમાં તેની બંને આંખોમાં ગરમ સળિયા ઘુસાડી તેને અંધ બનાવી દીધો. તેની અંધ
આંખોમાંથી આંસુઓની ધાર વહેતી હતી. અફસોસ ! હવે તે ઘેર પાછો પણ જઇ શકે તેમ ન હતો.
અબ્બાસભાઈ અને
ફાતિમાબહેન પેટ ભરીને પસ્તાઈ રહ્યા હતાં કે આપણે ડોક્ટરની સલાહ માનીને દીકરાને
પેઇન્ટિંગની લાઇનમાં જવા દીધો હોત તો સારું હતું. રડી રડીને બંનેની આંખો સૂજી ગઈ
હતી.
મકબૂલને રોજ સવારે
ગેંગના માણસો તેનો હાથ પકડીને જુદી જુદી જગ્યાએ લઈ જઈ ભીખ મંગાવતા, અને આવેલા તમામ રૂપિયા પડાવી લેતા. ત્રણ મહિના
વીતી ગયાં હતાં. પોલીસનો એક જ જવાબ હતો, મકબૂલનો કોઈ જ પત્તો નથી, મળે કે તરત જ જણાવીશું. માબાપે ધીરજ ગુમાવી દીધી હતી. એકનો એક દીકરો
ગુમાવ્યાના ગમમાં અડધા પાગલ જેવા સુન્ન બની ગયાં હતાં. લોકોની સલાહ માની, દુઆ લેવા અજમેર શરિફની દરગાહ પર ચાદર ચડાવી આવ્યા, પણ પરિણામ શૂન્ય !
“અરે ! યે તો અપને મકબૂલ કી આવાજ હૈ ! “ અબ્બાસભાઈનો અવાજ સાંભળી મકબૂલ છોભીલો પડી ગયો.
શરમથી તે ભાગવા ગયો પણ આંધળો છોકરો કેટલું ભાગી શકે ?
તેનાં અબ્બા અમ્મી રડી
રડીને પોકારી રહ્યા હતા, “બેટા ઘર
આકર તુઝે જો કારના હૈ કરતે રહના, લેકિન ઘર
આજા.” મકબૂલની અંધ આંખોમાંથી અશ્રુઓની ધારા વહી હતી, તે કહેતો હતો, “અમ્મી, અબ્બા, મૈંને બહોત બડી ભૂલ કર દી. અબ મૈ જી લગાકે પઢુંગા.”
ફાતિમાબહેન બોલ્યા, “બેટા, તું જીતને ચાહે ઉતને ચિત્ર બનાના.”
પ્રજ્ઞાચક્ષુ મકબૂલ
હવે કોઈપણ ચિત્ર દોરવા અસમર્થ હતો. ગયેલો સમય જિંદગીમાં પાછો ક્યારે આવે છે ? એક મિનિટનો ગુસ્સો કેટલા અનર્થ સર્જે છે ??
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
ગયેલો સમય પાછો ક્યાં આવે છે ? - ગુજરાતી લઘુ બોધ વાર્તા
Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories