24 જાન્યુઆરી 2026

પ્રાણવાયુ - ગુજરાતી લઘુ બોધ વાર્તા

 

પ્રાણવાયુ

કોરોનાની બીજી લહેર આખા ગુજરાતમાં વ્યાપક બની ગઈ હતી. ચારે તરફ કોરોનાથી સંક્રમિત માણસો ટપોટપ મૃત્યુ તરફ ધકેલાઇ રહ્યા હતા. એમાંઅમદાવાદમા પરિસ્થિતી વધારે ગંભીર હતી. દરેક સોસાયટીમાં, ફ્લેટોમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધતી જતી હતી. દરરોજના બે હજાર ઉપરાંતના કેસો પોઝિટિવ બની રહ્યા હતા. સ્મશાનમાં પણ ૮ થી ૧૦ કલાકનું વેઇટીંગ ચાલતું હતું. કયો વિસ્તાર ક્વોરન્ટાઈન કરવો, કોને આઇસોલેટ કરવા,જ પ્રશ્ન થઈ ગયો હતો. આભ ફાટયું હોય તો થીગડું કોને દેવું ? ક્યાં દેવું ??

અશ્વિન અને આશ્કાના લગ્નને બે જ વર્ષ થયા હતા. સંતાન હજુ થયું નહોતું. આશ્કા ત્રીસ વર્ષની પણ જાજરમાન અને આકર્ષક લાગતી હતી. બંનેના મા-બાપ દ્વારા રેન્જડ મેરેજ થયા હતા. કોલેજમાં આશ્કા પાછળ અનેક યુવકો લાઇન મારતાં, પણ આશ્કા ઘેરથી કોલેજ અને કોલેજ થી ઘરે, તેને પ્રેમના લફરામાં પડવું જ નહોતું. તેથી ધ્યાન ફક્ત ભણવામાં જ રાખ્યું હતું.

વેલેન્ટાઇન ડે પર પૈસાદાર બાપના એકના એક નબીરા આશિકે પ્રપોઝ કર્યું, મોંઘી ગિફ્ટ આપી, પણ આશ્કાને તેમાં કોઈ રસ જ નહીં, તેણે બધુ સપ્રેમ પરત મોકલાવી દીધું, આશિક સમસમીને રહી ગયો, શું થાય, પ્રેમ કંઇ પરાણે થોડો થાય છે ? આશ્કાની યાદમાં હજુ સુધી તેણે લગ્ન પણ કર્યા ન હતા. આશ્કાના લગ્ન સાવ સામાન્ય ઘરનાં અશ્વિન સાથે થયા, સાંભળી તેનું દિલ તૂટી ગયું, તે નિરાશ થઈ ગયો. હતાશ અને દુભાયેલ મનમાં તેને સમય જતાં દમ લાગી ગયો, તેથી તેણે હંમેશા ઘેર ઑક્સીજન સિલીન્ડર અને દમના પંપ રાખવા જ પડતાં.

અશ્વિનને અનાયાસે, આશિકની ઓફિસમાં જ નોકરી મળી ગઈ. આશિક જાણતો હતો કે, આ જ તેની માશુકા આશ્કાનો પતિ છે, તેથી તેની સાથે મૈત્રીભર્યો વહેવાર વધારતો ગયો કે જેથી ધીમે ધીમે તેના ઘર સુધી, આશ્કા સુધી પહોચી જવાય. ઓફિસમાં તે બીજા કર્મચારીઓના દેખતા અશ્વિનના વખાણ કર્યા કરતો. અશ્વિનને પોતાના યુવાન શેઠની આ વર્તણુક સમજાતી નહીં.

અશ્વિનની બાજુના જ ફ્લેટમાં બે વ્યક્તિઓને કોરોના સંક્રમણ થયું. આશ્કાને આ વાતનો ખ્યાલ જ નહીં, તે સ્વાભાવિકપણે પાડોશી પાસે દહીનું મેળવણ લેવા પહોંચી, તેમાં પડોશણ જોડે સ્પર્શ થઈ ગયો. ઉપરાંત તેને માસ્ક પણ પહેર્યો ન હતો.

બીજા જ દિવસે આશ્કાને શરદી, કફ અને તાવ ચાલુ થઈ ગયા. બંને ને શંકા જતાં ત્રીજા દિવસે કોરોના ટેસ્ટ કરાવ્યો તો પોઝીટીવ ! હવે બંને ચિંતામાં પડી ગયા. બંનેના માબાપ ગામડે હતા. ત્રણ કલાકમાં તો તેને શ્વાસ ચાલુ થઈ ગયો. છાતી ધમણની જેમ ચાલુ થઈ ગઈ. ઓક્સિજન લેવલ ઘટીને ૮૫ ટકા થઈ ગયું. બંને ચિંતામાં પડી ગયા.

અશ્વિને તેને દાખલ કરવા ચારે તરફ ફોન ઘુમાવવા ચાલુ કર્યા. બધેથી એક જ જવાબ, જગ્યા નથી. ઓળખાણ લાગણી, લાગવગના પ્રયાસ પણ નિષ્ફળ ! હવે શું કરવું ?

આશ્કાનો શ્વાસ વધી રહ્યો હતો, ૧૦૮ એમ્બ્યુલન્સમાં પણ છ કલાક નું વેઇટિંગ, સવારની સાંજ થઈ ગઈ. પણ દાખલ થવાના કોઈ અણસાર નહીં. બધી કોર્પોરેટ અને મ્યુનિસિપલ હોસ્પિટલો ફૂલ હતી. છેલ્લે રાતના નવ વાગ્યે સિવિલમા વેઇટિંગના બાંકડા પર આશ્કાને બેસાડી અશ્વિન ઓક્સિજનની શોધમાં નીકળી પડ્યો. ચારે તરફ પાંચ હજાર તો શું, દસ હજાર રૂપિયા આપતા પણ એકેય ભરેલો સિલિન્ડમળે નહીં. બધા મિત્રો, સગાવ્હાલા, ઓળખીતા પારખીતા ને ફોન કર્યા, રૂબરૂ ફરી વળ્યો, પણ નિષ્ફળ !

અચાનક તેને યાદ આવ્યું, તેના આશિક શેઠને દમ હોવાથી ઓક્સિજનનો બાટલો તે ઘેર રાખતા. રાતના દશ વાગ્યે લાચાર અશ્વિન શેઠના ઘેર પહોંચી, રડતાં અવાજે બોલ્યો, આશિક શેઠ, મારી પત્ની આશ્કા પ્રાણવાયુ વગર તરફડી રહી છે, મદદ કરો, પ્લીઝ,  હજુ સુધી તેને કોઈ હોસ્પિટલમાં એડમીશન પણ મળ્યું નથી.

પોતાની જુની પ્રેમિકા આશ્કાનું નામ સાંભળી આશિકના મોંમા લાળ ઝરવા લાગી. તેણે વાતમાં મોણ નાખતા કહ્યું, અશ્વિન, મારી પાસે ઓક્સિજન ભરેલો સિલિન્ડ તો છે, પણ એક શરતે આપું.

હું ગમે તેટલા રૂપિયા ખર્ચવા તૈયાર છું શેઠ, દશ હજાર આપું ?” અશ્વિન ગળગળો થઈ ગયો.

શરત અઘરી છે, તેનું પાલન કરીશ ? આશિકે ખંધું હસતાં કહ્યું.  આશ્કા સાજી સારી થઈ જાય પછી મારી સાથે એક રાત સૂવા મોકલવી પડશે. જ્યારે માનવીનું મન વાસનાથી તરફડતું હોય ત્યારે તેની વિવેકબુદ્ધિ બહેર મારી જાય છે. રાવણ પણ વાસનાના આવેગમાં સીતા માતાને કપટ કરી ઉપાડી લાવ્યો હતો ને !

અશ્વિન ચોંકી ગયો. તેની પત્ની આશિકની જુની માશુકા છે, તે ખ્યાલ આવી ગયો, પણ તે ગરમ થતાં બોલ્યો, શુ વાત કરો છો ? આવું સંભવિત જ નથી, તે મારી પત્ની છે. પોતાના બોસની નીચ લંપટતાથી તે સમસમી ગયો.

તો પછી તારી મરજી કહી આશિકે તેને બહાર કાઢ્યો.

આશ્કાના જીવનની એક એક પળ ગંભીર હતી ઓક્સિજન લેવલ ઘટતું જતું હતું. અશ્વિન પાછો સિવિલ પરત આવ્યો, તેણે ફરીફરીને દરેક જગ્યાએ ફોન કર્યા, પણ નિષ્ફળ !

હવે અશ્વિન પાસે કોઈ ઉપાય જ ન હતો. તે દોડ્યો સીધો આશિકને ઘેર. આ બધામાં એક કલાક વીતી ગયો. લાવો પ્રાણવાયુ, સિલિન્ડ, મને તમારી બધી શરતો મંજુર છે.

આશિકે ખંધું હસતાં ઓક્સિજન સિલિન્ડકાઢી આપ્યો. તેને એક રાત માટે આશ્કા ભોગવવાં મળશે, ના વિચાર માત્ર થી શરીર રોમાંચિત થઈ ગયું.

અશ્વિન મારતી ગાડીએ સિવિલના વેઇટિંગ બાંકડે પહોચ્યો. ત્યારે જાણે તેની રાહ માટેજ આશ્કા હાંફી રહી હતી, અને એક ડચકા સાથે તેનો શ્વાસ થંભી ગયો, આત્મા સ્વર્ગ ભણી ઊડી ગયો.  બાજુમાં રહેલા સિસ્ટરે કહ્યું, તમે એક કલાક મોડા પહોચ્યા, નહિતર જીવ બચી જાત.

અશ્વિન રડી પડ્યો, તેને આશિક ઉપર ખુબ જ ગુસ્સો ચડ્યો, મોબાઈલ જોડી ગુસ્સે થઈ કહ્યું, આશિક, ભોગવ હવે આશ્કાના નિશ્ચેત દેહને, ફક્ત એક કલાકની રકઝકમાં તેનો પ્રાણ ઊડી ગયો

આશિક આ સાંભળી ચોધાર આંસુએ પ્રશ્ચાતાપથી રડી પડ્યો, મે બહુ મોટી ભુલ કરી નાખી. પણ શું થાય ?  ગયેલો પ્રાણ પાછો થોડો આવે છે ?

આશ્કાનો નિશ્ચેત દેહ, પ્રાણવાયુ વગર પ્રાણ ડી જવાથી આશિકને પુછી રહ્યો હતો, શુ આ જ તારો પ્રેમ હતો ?” પોતાની માશુકાના પ્રાણ બચાવવા એક પ્રાણવાયુના સીલિંન્ડર આપવામાં ય આવી હલક શરત ??

 ------------------------------x--------------------------------x---------------------------------x------------------------


 If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

પ્રાણવાયુ - ગુજરાતી લઘુ બોધ વાર્તા 

Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories