હવેલી લેતા ગુજરાત ખોઈ
અલય
અને અમી બંને ફિઝિયોથેરાપીના ડોક્ટર બની ઉપડી ગયા અમેરિકા, માસ્ટરની ડિગ્રી લેવા.
બંનેને કોલેજમાં જ પ્રેમ થઈ ગયો હતો. અમેરીકામાં બંને કવોલિફાઇડ ફિઝિયોથેરાપીસ્ટ થઈ ગયા અને સારી જોબ પણ મળી ગઈ.
ડેટ્રોઈટ શહેરમાં બનેને લાખ ડોલર કરતાં પણ વધારેનું પેકેજ ચાલુ થઈ ગયું.
હવે
બંનેએ બધા સગાવહાલાઓની હાજરીમાં ભારતમાં જ લગ્ન કરવાનું વિચાર્યું. ડોલરના સિત્તેર ગણા રૂપિયા થતાં હોવાથી ખર્ચના કોઈ
પ્રશ્ન જ ઉપસ્થિત થતો નહતો. દિવાળી પછીની ઠંડકમાં અમદાવાદમા જ વૈભવશાળી પાર્ટીપ્લોટમાં
લગ્ન માટેના બુકિંગ થઈ ગયા. બધી ખરીદી પણ ભારતમાં
જ કરવાની હોવાથી અલય અને અમી મહિના પહેલા અમદાવાદ આવી પહોચ્યાં. કિમતી દાગીના અને
પોષાકોની ખરીદી માં સમય ક્યાં જતો
રહ્યો હતો તે ખબર જ ના પડી, અને એમ કરતાં આવી ગયો
ધામધુમથી લગ્ન કરવાનો દિવસ.
જાન
રવિવારની સાંજે
એસ.જી.હાઇવે ઉપર આવેલ વૈભવશાળી પ્લોટ તરફ આવી રહી હતી. આઠ ઘોડાની
શાનદાર બગીમાં વરરાજા અલય અને તેનો અણવર ચિરાગ વિદેશી સૂટમાં શોભી રહ્યા હતા. લગ્નના
પ્લોટ પર આવીને જાન થંભી ગઈ જાણીતા બેન્ડ દ્વારા ધૂન ચાલુ થઈ.
“બહારો ફૂલ બરસાઓ , મેરા મહેબુબ આયા હૈ
તેના તાલે જાનૈયા ઝૂમી ઉઠયા. જાનમાં જાન આવી ગઈ. કન્યાપક્ષના માંડવામાં પણ
દોડાદોડી મચી ગઈ. દરવાજે સામૈયું કરવા પહેલા સાસુ આવ્યા અને થોડી રકઝક પછીથી વરરાજાનું
નાક ખેંચી સામૈયું કર્યું.
ત્યાં
જ બ્યુટીપાર્લરમાં તૈયાર થયેલી. છટાદાર વસ્ત્રો સાથે અમી પણ વરરાજાને હાર પહેરાવવા આવી પહોચી. જાનૈયાઑ
મસ્તીમાં વરરાજાને ઊંચા કરી હાર પહેરવા દેતા ન હતા, પણ અચાનક અમીએ ઊંચા થઈને તેના ગળામાં હાર
પહેરાવી દીધો. બધા ખુશ થઈ ગયા.
જાનનો
પ્રવેશ થઈ ગયા પછી લગ્નની ચોરીથી થોડે દૂર અલગ રૂમમાં અલગ રૂમમાં વરરાજા અને તેમના
દોસ્તોને ઉતારો આપવામાં આવ્યો હતો. તેની બાજુમાં બીજા રૂમમાં જાનની સ્ત્રીઓ માટેનો
ઉતારો હતો.
અમી
વહૂનું પિયરથી આવેલ આણું ખુબ કિમતી હતું. પાંચ સોનાના સેટ જોઈ બધા આભા બની ગયા. ત્યાં તો વરપક્ષ
તરફથી વહુને ચડાવવાની છાબ પણ આવી ત્રણ ડાયમંડના સેટ પણ
બહુ મોઘા હતા. ડોલરના રૂપિયાનો ચળકાટ ચમકી
રહ્યો હતો. આ બધા કિમતી દાગીના સાચવવા જરૂરી છે, એ વાત અલયના મમ્મી પપ્પા સારી રીતે જાણતા
હતા. લગ્નની સીઝનમાં ચોરીની દહેશત પણ વધારે રહેતી હતી. તેથી,
ખાસ તેની ચોકી અને સાચવણ માટે બધાએ હરખીફોઈને યાદ કર્યા.
જમાનાના
ખાધેલા,
હરખીફોઇ પંચાવન વર્ષના જાજરમાન પણ ખડતલ હતા. તે બોલ્યા, “ તમે બધા ચિંતા ના કરો. હું આ રૂમમાં જ
બેઠી છુ. અને કોઇની દેન નથી કે મારી હાજરીમાં દાગીનાને હાથ લગાડે.”
અલયના પપ્પા આ જાણતા હતા કે હરખીફોઈના હાથમાં બધુ સલામત છે, છતાં પણ બે જુવાન
છોકરીઓને પણ હરખીફોઇ સાથે દાગીનાની સાચવણ માટે રૂમમાં બેસાડી દીધી.લગ્નનો પ્લોટ મોટો હોવાથી લગ્નની ચોરી
કરતાં આ રૂમ થોડો દૂર હતો.
કન્યા
પક્ષની,
વરરાજાની સાળીઓ તેના બૂટ તફડાવવાની ફિરાકમાં હતી. અલયને લગ્નની ચોરીમાં આવવા
ગોરમહારાજે બૂટ બહાર કઢાવ્યા, અને સાળીઓ એક્ટિવ થઈ ગઈ.
લગ્નની વિધિ ચાલુ થઈ ત્યાં તો ધીમેથી વરરાજાના બુટ ગાયબ!
હરખીફોઇ
બરાબર સાવધાનીપૂર્વક ત્રીસ લાખના દાગીના સાચવીને બેસી રહ્યા હતા. તેની સાથે રહેલ
બે છોકરીઓ પણ દાગીનાની આજુબાજુ ગોઠવાઈ ગઈ હતી. બધા લગ્નનો આનંદ ઉઠાવવા હતા, તેથી આ બે જુવાન
છોકરીઓ પણ ત્યાં જવાની ફિરાકમાં હતી.લગ્ન સંપન્ન થયા. વરરાજા ઊભા થઈ બુટ પહેરવા ગયા, ને બુટ ગુમ.
દૂરથી
સાળીઓનો અવાજ આવ્યો “પાંચસો ડોલર આપો અને જુતા લઈ
જાવ”. અણવર ચિરાગે કહ્યું “અમે પાંચસો ડોલર નહીં, પાંચસો રૂપિયા આપીએ.” અને બને પક્ષે રકઝક ચાલુ થઈ ગઈ.
ત્યાં ફોઈના રૂમ સુધી આ સમાચાર પહોચી ગયા, ફોઇ બગડ્યા “અરે! પાંચસો ડોલર તો હોતા હશે. એટલામાં
તો પાંચ જોડી નવા બુટ આવી જાય” તેની સેવામાં રહેલી બે છોકરીઓ પણ જુતા
શોધવાનું કહી ચોરી તરફ ભાગી. હરખીફોઇ એકલા પડી ગયા.
એ
જ વખતે જાજરમાન ડ્રેસમાં,
વિદેશી પરફુયમની સુગંધવાળા એક બેન રૂમમાં આવ્યા. હરખફોઈએ પુછ્યું “કોણ છો? ક્યાથી આવ્યા છો?”
“મને ના ઓળખી! હું અણવર ચિરાગની મમ્મી જાગૃતિ છું. આજ
સાંજની ફ્લાઈટમાં અમેરિકાથી સીધી તૈયાર થઈને અહી જ આવી છું. ચિરાગ અને અલય બહુ
સારા દોસ્ત છે અમારે ઘેર જ બંને વાંચતા હતા.” તે બહેને જવાબ આપ્યો.
હરખી
ફોઇ ખુશ થઈ ગયા,
અને તેમની જોડે વાતો વળ્ગયા.
હજુ
સુધી વરરાજાના જુતાની રકઝક ચાલુ હતી. કન્યાપક્ષની સાળીઓ પાંચસો ડોલર જ
માંગતી હતી તો અણવર ચિરાગ ધીમે ધીમે પાંચસો માથી પંદરસો રૂપિયા આપવા તૈયાર થઈ ગયો
હતો. બને પક્ષો મજબૂત હતા.
ત્યાં
તો અમેરિકન ડ્રેસ પહેરી એક જુવાન છોકરી થેલી લઈને ફોઈના રૂમમાં આવી. જાગૃતિબેને
કહ્યું “આવ બેટા, શું લાવી છે?”
પેલી
છોકરી બોલી “ આ વરરાજાના બુટ, હું તેની સાળીઓએ સંતાડેલા, એ હું લેતી આવી છું.”
હરખીફોઇ
ખુશ થઈ ગયા. તેમણે અણવરને બૂમ પાડી.” બુટ મળી ગયા છે, કોઈ ડોલર કે રૂપિયાના આપશો.” પણ લગ્નની ધમાલમાં તેમનો અવાજ પહોચતો ન
હતો. ફોઇ ચિડાયા. તેમણે બુટનું ખોખું લીધું અને દોડ્યા વરરાજા તરફ
પાંચસો
ડોલર બચાવવા જતાં જતાં તેમણે કહ્યું “જાગૃતિબેન, અહી જ બેસજો, હું બે જ મિનિટમાં આવું છું.”
ચોરીમાં
પહોચી તેમણે બૂમ પાડી.” સાંભળો બધા, કોઈને ડોલર નહીં મળે, અલયના બુટ તો મળી ગયા છે, આ રહ્યા.” જાનૈયા બધા ખુશ થઈ ગયા.
સાળીઓ
ચમકી ગઈ,
વરરાજાના બુટ તો તેમની પાસે જ હતા,
તો આ વળી ક્યા
બુટ?
બધા વિચારમાં પડી ગયા.
હરખીફોઇ
બોલ્યા “ચિરાગ, તારી મમ્મી સાથે આવેલી છોકરીએ બુટ લાવી
આપ્યા.”
ચિરાગ
ચમકી ગયો. તે બોલ્યો “અરે! મારી મમ્મી તો અમેરિકા છે, તે ક્યાં અહી આવી જ છે.” આ સાંભળી હરખીફોઇ એકદમ ગભરાઈ ગયા.
તેમને પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો. તે એકદમ રાડો પાડતા રૂમ તરફ દોડ્યા અને દોડતા દોડતા બૂમો પાડવા
લાગ્યા. “પકડો, પકડો, એ નકલી બાઈને કોઈ પકડો.”
રૂમમાં
પહોચ્યા ત્યાં બધા દાગીનાના ખોખા ખાલીખમ,
બને બૈરાંઓ ગુમ અને પાછળનો દરવાજો ખુલ્લો ફટાક! જાનના
બધા વડીલો પણ રૂમ તરફ દોડ્યા પણ મોડું થઈ ગયું હતું. હરખીફોઇ માથે હાથ દઈ બેઠા
હતા. અલયનાં પપ્પા પરિસ્થિતી પામી ગયા,
અને પોતાની બેનને ચિડાઈને બોલ્યા “હરખીબેન, તમે પાંચસો ડોલર બુટના બચાવવા જતાં
ત્રીસ લાખના દાગીના ગયા,
આ તો હવેલી લેતા ગુજરાત ખોઈ” બધા શૂન્ય મસ્તક જોઈ રહ્યા. લગ્નનો
આનંદ વિલાઈ ગયો.
હજી
સુધી પોલિસ બને સ્ત્રી-ચોરોને દાગીના સાથે પકડી શકી નથી.
( સૌ લોકોને લગ્ન પ્રસંગે સાવચેત રહેવા
અને અજાણ્યા પર ભરોસો રાખતા વિચાર કરે તે સંદેશ આપવા સત્ય ઘટના નામ બદલીને રજૂ
કરેલ છે.)
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
હવેલી લેતા ગુજરાત ખોઈ - ગુજરાતી લઘુ બોધ વાર્તા
Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories