ડાયાબિટીસના પડિકાં
પંચાવન
વર્ષના રમાબેનને છેલ્લે દશ વર્ષથી ડાયાબિટીસ હતો. છેવટે તેનો કાબૂ મેળવવા ડોક્ટરે
મહિનાથી ઇન્સ્યુલીન ઈન્જેકશન
ચાલુ કરાવેલા
તેનાથી રમાબેન કંટાળી ગયા હતા. એમાં એમણે ડો.ત્રિવેદીના ડાયાબિટીસનાં
પડીકા વિષે સાંભળ્યુ,
જે ગમે તેવા ડાયાબિટીસને મટાડી દે છે. ડો.કે.એસ.ત્રિવેદી પાસે
આવતા જ રમાબેન બોલ્યા. “ડોક્ટર. દરરોજ બે વખત ઇન્સ્યુલીન
ઈન્જેકશનો
અને દર અઠવાડિયે બ્લડ સુગર માટે સોય ભોંકાવીને હું તો કંટાળી ગઈ છુ.”
“કઇ વાંધો નહીં રમાબેન, હવે મારા પડીકાથી તમારે કોઈ ઈન્જેકશનોની
જરૂર નહીં રહે.” ડૉ.ત્રિવેદીએ હૈયાધારણ
આપી રમાબેન ખુશ થઈ ગયા.
બારમાં
ધોરણમાં ત્રણ જણનું ગ્રૂપ હતું. ત્રણેને જવું હતું મેડિકલમાં, પણ અશોક પટેલ અને અમિત શેઠને મેડિકલમાં
એડમિશન મળી ગયું અને કૃપાશંકર શિવશંકર ત્રિવેદીને ટકા ઓછા પડ્યા. એમને પણ ડોક્ટર
તો બનવું જ હતું,
છેવટે ગયા આર્યુવેદ કોલેજમાં અને બી.એસ.એ.એમ.ની ડિગ્રી પાસ કરી, ડો.ત્રિવેદીએ પોતાનું
ડિસ્પેન્સરી ચાલું કરી દીધું.
ડૉ.ત્રિવેદી મહેનતું
અને મહત્વકાંક્ષી હતા,
બે ત્રણ વર્ષમાં તેમની પ્રેક્ટીસ જામવા લાગી,
પરંતુ તેમને તો હજુ વધારે પૈસા કમાવા હતા. અનાયાસે જ ભારે શરીર સાથે ફકત
પાત્રીસમાં વર્ષે જ તેમને ડાયાબિટીસની અસર આવી.
પહેલી
જ વખત બ્લડ સુગર કરાવતા ૪૩૦ મિ.ગ્રા. આવતાં ડૉ.ત્રિવેદી ટેન્શનમાં
આવી ગયા. ટેન્શનમાંને ટેન્શનમાં તેમનું સુગર ચારસોથી સાડા ચારસોની વચ્ચે રહેતું હતું.
તેમને લાગ્યું કે હવે તો કાઇક કરવું જ પડશે.
ભારે
મહેનત બાદ મેથીના બિયા,
લીમડાના પાંદડાનો અર્ક અને જાંબુના ઠળિયા વિગેરેના મિશ્રણો કરી તેમણે એક પાવડર
બનાવી કાઢ્યો,
અને તેનું સેવન કરવા લાગ્યા.
બે
મહિના પછી તેમણે બ્લડ સુગર કરાવવા લેબોરેટરીમાં સેમ્પલ આપ્યું, પણ લેબમાં તેમનું સેમ્પલ ભુલથી બદલાઈ
ગયું. તેમનો રિપોર્ટ આવ્યો ૮૫ મિ.ગ્રા. સુગર. ડૉ.ત્રિવેદી ખુશખુશાલ
થઈ ગયા. તેમનો ડાયાબિટીસ મટી ગયો,
તેના કરતા તેમણે અદભૂત પાવડર શોધી કાઢ્યો,
તેનો આનંદ વધારે થયો.
ડૉ.
ત્રિવેદીએ અસરકારક પાવડર શોધી કાઢ્યો છે. તે વાત બધે ફેલાવા લાગી. તેમને હવે બીજી
કોઈ દવાની જરૂર નહોતી. તેમની ઉમર હજુ ઓછી હતી, તેથી કોઈ વિપરીત અસર શરીર પર જણાતી ન
હતી.
તેમનો
ભત્રીજો જયેશ તેના કમ્પાઉન્ડર તરીકે જ કામ કરતો હતો. જુવાન જયેશની
માર્કેટીંગ સૂઝ બહુ સારી હતી. તેના કાકાએ બનાવેલ ડાયાબિટીસના પાવડરનો પ્રચાર તેણે
દરેક દર્દીઓ મારફત કરવા માંડ્યો.
મનુ
કાકા સાઇઠમાં વર્ષે ડાયાબિટીસની અસર જણાતા ડૉ.ત્રિવેદીના પડીકાં
લેવા આવ્યા,
કમ્પાઉન્ડર જયેશે
વાર્તા ચાલુ કરી.
“કાકા અમારા ડોક્ટરના પડિકા લેવાથી કોઈ
એલોપેથિક દવાની જરૂર જ નથી.”
“શું વાત કરો છો?” મનુ કાકા આશ્ચર્ય પામ્યા.
“હા, હા, અમારા ડોક્ટરની પડીકીથી એક માજીની આંખો
ડાયાબિટિસથી ગયેલી,
તે બિલકુલ દેખતા થઈ ગયા.” જયેશે
ફેકી.
મનુ
કાકા ચકિત થઈ ગયા. તેમણે પણ બીજી બધી દવાઓ છોડી ડૉ.ત્રિવેદીના પડીકાં
ચાલું કરી દીધા.
ઘેર
જઈને તેમણે ઘરના તમામને વાત કરી,
તેમાથી પોળમાં અને આજુબાજુ દરેક જગ્યાએ આ વાત થવા લાગી. એક કાનથી બીજા કાન આ વાત
આગળ વધવા લાગી. ડૉ.ત્રિવેદી સાહેબના પડીકાં માટે લાઈનો લાગવા લાગી.
ડૉ.ત્રિવેદી દરેક
દર્દીને પોતાનું જ ઉદારહરણ આપતા જુઓ હું કેવો મસ્ત છું ને! મારુ સુગર ૪૩૦ રહેતું, પણ આ પાવડરથી ૮૫ થઈ ગયું છે. કાઇ તકલીફ
જ નથી. પણ પછીથી કયારેક સુગર કરાવેલ હોય તો ખબર પડે ને!!
ડૉ.ત્રિવેદી તપાસના
કોઈ ચાર્જ લેતા નહીં,
પણ તેમના અઠવાડિયાના પડિકાનો ચાર્જ હતો, હજાર રૂપિયા. છતાય તેમને ત્યાં
દર્દીઓની લાઈન વધવા લાગી.
ડૉ.
પટેલ અને ડૉ.શેઠ જયારે તેમને ઘેર ગયા,
ત્યારે બધી વાતો સાંભળી નવાઈ લાગી. ડૉ.પટેલે કહ્યું” પછી તમે ક્યારે રિપોર્ટ કરાવ્યો?”
ડૉ.ત્રિવેદીએ કહ્યું
“હવે એની જરૂર નથી.” બન્નેએ તેમને સમજાવ્યું કે ડાયાબિટીસમા
ન્યુરોપથી થવાથી હાર્ટએટેક આવે તો પણ દુખાવો થતો નથી, ફક્ત થોડો પરસેવો જ થાય છે. આવા પડીકા ચાલુ હોય ત્યારે પણ ડાયાબિટીસના
દર્દીઓએ નિયમિત સુગરની તપાસ કરાવતા રહેવું જરૂરી જ છે.
“અરે! તમે મને ખોટો બીવડાવો છો, આ બધી તો ઇન્સુલીનવાળા અને ડોક્ટરોની
સાંઠગાંઠ છે,
મને કાઇજ થવાનું નથી” ડૉ.ત્રિવેદી હસવા
લાગ્યા.
બીજા
જ દિવસે સાંજે યુવાન અલમસ્ત ડૉ.ત્રિવેદીને બેઠાં બેઠાં જ પસીનો થવા લાગ્યો. તેમને
બેચેની થતી હતી. તેમને બન્ને ડોક્ટર મિત્રોની વાતોથી સાયલન્સ એટેકની દહેશત આવી ગઈ.
બન્નેને તરત જ ફોન કરી આવી જવા કહ્યું.
બંને
ડોક્ટરો તેમના ગ્લુકોમીટર સાથે પહોચી ગયા. હાલત ગંભીર હતી. બ્લડ સુગર કરતા ૯૮૦ મિ.ગ્રા. આવ્યું.
ડૉ.ત્રિવેદી ઢીલા
પડી ગયાં,
તેમને ખ્યાલ આવી ગયો કે ફકત પડિકાથી તેમનું સુગર મર્યાદા વટાવી ગયું હતું.
ડૉ.પટેલ
અને ડૉ.શેઠે ૧૦૮ એમ્બુલન્સવાળાને ફોન કરી બોલાવી દીધા, કારણ કે હવે તેમને દાખલ કરી ઇન્સુલીન
ડ્રિપ સીવાય કોઈ ઈલાજ ન હતો.
એ
જ વખતે એક જોરદાર શ્વાસ લઈ આચકા સાથે ડૉ.ત્રિવેદીની આંખો ઉપર ચડી ગઈ તેમની નાડી બંધ થઈ
ગઈ હતી,
શ્વાસ બંધ થઈ ગયો હતો.
બન્ને મિત્રોને ડૉ.ત્રિવેદીના મોતનો અહેસાસ થઈ ગયો. ૧૦૮ એમ્બુલન્સને ફોન કરી ના પાડીને, તેને બદલે હવે કોર્પોરેશનની શબવાહિનીવાળાને ફોન કર્યો. ડૉ.ત્રિવેદીના શ્રીમતી અને ૧૦ વર્ષની બેબી આશા રડી રહ્યા હતા. તેમનો ભત્રીજો જયેશ નીચી આંખે પોતાની ભૂલનો એકરાર કરી રહ્યો હતો. બહાર ડિસ્પેન્સરીમાં ડાયાબિટીસના દર્દીઓ પડિકા લેવા લાઇનમાં બેઠાં બેઠાં કંટાળી ધમાલ કરી રહ્યા હતા.
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
ડાયાબિટીસના પડિકાં - ગુજરાતી લઘુ બોધ વાર્તા
Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories