ગુસ્સાને
વહી જવા દો....
“સપના, આજે બપોરે તો કોની સાથે કોફી હાઉસમાં કોફી પીતી હતી ?”, મુકેશે પોતાની પત્નીને ધીમેથી પૂછ્યું.
“હું તો ઘેર જ હતી, તમને કોણે કહ્યું, તેણે મારા જેવી બીજી કોઈ સ્ત્રીને જોઈ લાગે છે.” સપનાએ શાંતિથી જવાબ આપ્યો.
“મને ઓફિસના ત્રિવેદીભાઈએ કહ્યું, તેઓ તને બરાબર ઓળખે છે, અને તને બીજા કોઈના હાથમાં હાથ પરોવીને કોફી પીતી જોઈ છે.” મુકેશે ગરમ થવું કે નહીં, તે નક્કી નહોતો કરી શકતો.
મુકેશ તેની પત્ની આગળ નબળો પડી રહ્યો હતો.
સપનાએ કઇં જવાબ ન આપ્યો, અને રસોઈ બનાવવા જતી રહી.
ખરેખર તો આ ગંભીર બનાવ કહેવાય.પણ મુકેશ તેની પત્નીને એટલો બધો પ્રેમ કરતો હતો કે, તે ગુસ્સે થઈ જ ન શક્યો.
મુકેશ અને સપનાના લગ્નને હજુ એક જ વર્ષ થયું હતું. લગ્ન પછી મુકેશને અમદાવાદમાં નોકરી મળી હોવાથી બંને ગામડેથી અમદાવાદ ઘર ભાડે કરીને રહેતા હતા. બંનેના મા-બાપ ગામડે જ રહેતાં હતા. બંનેના લગ્ન તાજા જ હોવાથી હજુ બંનેમાં પ્રેમ, રોમાન્સ અને જાતિય સુખનો આવેગ ઉત્કટ હતો.
એવામાં અચાનક સપનાને તેનો જુનો કોલેજ ફ્રેન્ડ રાજુ મળી ગયો. રાજુના હજી લગ્ન નહોતા થયા. તે કોલેજથી જ સપનાને પ્રેમ કરતો હતો. બંનેનો પ્રેમ ફાઇનલયર માં પ્રગાઢ બની ગયો હતો. પણ અચાનક સપનાને ઘેરથી તેના માં બાપે તેની જ જ્ઞાતિના મુકેશ સાથે લગ્ન કરાવી દીધા. બંને કોલેજકાળ દરમ્યાન અનેક વખત સામાજિક મર્યાદા વટાવી ગયા હતા.
મુકેશ મધ્યમ વર્ગનો મહેનતુ છોકરો હતો, પણ નવી જ નોકરી મળી હોવાથી હજુ તેની પાસે સ્કૂટરના પણ નાણાં ન હતા. તે કરકસર કરી પૈસા બચાવી રહ્યો હતો. જ્યારે પૈસાદાર બાપના રાજુ પાસે લક્ઝરી ગાડી અને બેસુમાર પૈસા હતા. તે તો જુની ગર્લફ્રેન્ડ સપનાને પામી ખુશ થઈ તેની પાછળ પૈસા લુટાવી રહ્યો હતો.
પહેલી વખત મળ્યા પછી રાજુએ તરત જ સપનાને મોંઘો મોબાઈલ ભેટમાં આપ્યો, સપના ખુશ થઈ ગઈ. શિકારી દાણા નાખીને શિકારને ફસાવવાની તરકીબો શોધી રહ્યો હતો.
સપના સુંદર, રૂપાળી અને આકર્ષક હતી, અને મુકેશ તેના પ્રેમમાં ગળાબુડ હતો, તેથી તે સપનાને કઇં કહી શકતો ન હતો, અને ગુસ્સો પણ ક્યાથી કરે ?? મનમાં તો વિચારતો કે સામે મળે તો બંનેનું કચુંબર કરી નાખું, પરંતુ તે ગુસ્સાને ગળી ગયો.
બીજા અઠવાડિયે તો હદ થી ગઈ. તે ચાલતો ચાલતો પરિમલ ચાર રસ્તા પર જઈ રહ્યો હતો, ત્યારે તેણે
સપનાને રાજુની ગાડીમાં તેની બાજુમાં ચપોચપ બેઠેલી જોઈ અને તે ઝંખવાઇ ગયો.
રાત્રે તેણે પૂછ્યું તો સપનાએ વળી જુઠાણું ચલાવ્યું, “એ તો હું મારા કોલેજ ફ્રેંડને લૉગાર્ડન નો રસ્તો બતાવતી હતી.” કારણ કે આ વખતે તો મુકેશે પોતે તેને જોઇ લીધી હતી. તેથી બીજી કોઈ યુવતીનું બહાનું ચાલે તેમ ન હતું.
ખરેખર તો મુકેશે આ વખતે ગુસ્સે થઈને તેને ભવિષ્યમાં આ ન થાય તેની ચેતવણી ઉચ્ચારીને આવા વ્યભિચારના ગંભીર પરિણામ ભોગવવા પડશે તેવી ચેતવણી આપવા જેવી હતી. પણ તે સપનાના પ્યારમાં એટલો ખોવાઈ ગયો હતો, કે તેણે આ બધુ સાંભળી લીધું અને આંખ આડા કાન કરી લીધા.
તેને મનમાં તો બહુ જ ગુસ્સો આવ્યો હતો, પણ તે ગુસ્સાને ગળી ગયો હતો, ખરેખર આ તેની મોટી ભૂલ હતી. તેના મનમાં ક્રોધનો જ્વાળામુખી ધગધગતો હતો. આવા બહારથી શાંત દેખાતા જ્વાળામુખી ફાટે તો ધગધગતો લાવા અનેક જીવોને બરબાદ કરી નાખે છે. બહાર દેખાતી રાખની અંદર ધગધતા અંગારા ગમે ત્યારે ભડકો થાય તેવું લાગતું હતું.
બીજે દિવસે બપોરે એકાંતમાં રાજુ સપનાને ઘરે આવી ગયો. સપનાને ડરેલી જોઈ પૂછ્યું, “શું થયુ ? આમ ડરેલી કેમ છે ?” હવે તો રાજુ એકાંતમાં બપોરે સપનાના ઘર સુધી પહોંચી ગયો હતો. સપનાનું ઉતારી ગયેલું મોઢું જોઈ તે સામે જોઈ રહ્યો.
“ગઇકાલે મુકેશ આપણને ગાડીમાં પ્રેમ કરતાં જોઈ ગયો હતો” સપનાએ રડમસ આવજે કહ્યું.
“પણ તેણે કઇં કહ્યું કે ગુસ્સો કર્યો કે નહિ ?” રાજુએ પૂછ્યું.
“ના, ના, એ તો મારા પ્રેમમાં પાગલ છે?” સપના હસી પડી. ખાલી પ્રશ્ન પૂછીને તે શાંત થઈ ગયો.
“તો શું ચિંતા કરે છે. એ બાયલો નામર્દ છે, તને શું કરી લેવાનો ? પછી ચિંતા શું કામ કરે છે?” રાજુએ ખંધું હસતાં કહ્યું.
બંને આજે ખુશ થઈને રોમાન્સ કરવાના મુડમાં બેડરૂમમાં પહોચી ગયા. મુકેશનો ગુસ્સો ગળી જવાની સારપનો તે બંને ગેરલાભ ઉઠાવી આગળ વધી ગયા. બપોરનું એકાંત, બેડરૂમની સગવડ, અને બે કોલેજના યુવાન પ્રેમીઓ મળે પછી જોઈએ શું ?
અચાનક બપોરે મુકેશને પેટમાં દુખાવો થવાથી અડધી રજા લઈ ઘેર આવ્યો, પોતાની લેચ કી થી લોક ખોલી અંદર સપનાની ખીખીયારી સાંભળી બેડરૂમમાં પહોંચી જોયું તો બંનેને ખુલ્લા કઢંગી હાલતમાં જોઈ તેનો શાંત લાવા ફાટી નીકળ્યો. ધગધગતા અંગારા પરથી રાખ ઊડી ગઈ અને લાલચોળ લાવા સળગતો બહાર ઉડ્યો અને .......
તે દોડ્યો રસોડામાં, મોટી છરી ઉપાડી ઘોંસી દીધી સીધી રાજુના પેટમાં, લોહીનો ફુવારો ઉડ્યો અને બે મિનિટમાં રાજુનો ખેલ ખલાસ. સપના હતપ્રભ બની ગઈ. બે મિનિટની મજા તેને ભારે પડી ગઈ. અરર..., આ શું થઈ ગયું ? મારે લગ્ન પછી મર્યાદામાં રહેવું જોઈતું હતું, પણ રાંડયા પછીનું ડહાપણ શું કામનું ?
ઉપરથી તે મુકેશને બોલવા લાગી, “ આ શું કરી નાખ્યું ? આટલો બધો ગુસ્સો કરતો હશે ? તારા હાથે ખુન થઈ ગયું, હવે શું કરવું ?”
મુકેશ વિચારમાં પડ્યો. આ તો ચોર કોટવાલને દંડે તેવું થયું. લગ્ન પછી મર્યાદા છોડી, જુના પ્રેમી સાથે રંગરેલીયા મનાવીને મને જ ભાંડે છે.
જો શરૂઆતથી જ મુકેશે ગુસ્સાને બહાર કાઢી સપનાને ધમકાવી નાખી હોત તો બંને પ્રેમીપંખીડા છુટા પડી જાત અને વાત આટલી આગળ ના વધી હોત. જો બંને જૂના પ્રેમીઓ છુટા ના પડે તો બંનેના વડીલોને વચ્ચે પાડીને સમજાવટથી ગેરકાયદે પ્રેમીઓને છુટા પાડી શકાત. સપનાને પણ મુકેશ સાથે શરીરસુખ તો મળતું જ હતું. પણ માનવીનું મન કોઈપણ આનંદ આસાનીથી રોકટોક વગર મળી જાય તો તેને માટે લલચાયા જ કરે છે.
માટે જ ગુસ્સાને દબાવી દેવા કરતાં વહી જવા દો. પ્રેસર કુકર માં પણ વરાળનું દબાણ વધી જાય તો સેફ્ટી વાલ્વ આપેલો હોય છે. જેથી વાલ્વ ઉડીને વરાળનું દબાણ ઘટી જાય, અન્યથા દબાણ જો અંદર ને અંદર રહ્યા કરે તો.... અંતે કુકર ધડાકા સાથે ફાટે તો મોટું નુકશાન થઈ જાય. તેવી જ રીતે સામાજિક, માનસિક અને શારીરિક સેફ્ટી માટે ગુસ્સાના વાલ્વને જરૂર પડે દબાવવાને બદલે વહી જવા દો...
ખુનનો કેસ લાંબો
ચાલ્યો, મુકેશને જન્મટીપ થઈ,
રાજુનો જીવ ગયો અને સપનાએ બંનેને ગુમાવ્યા.
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
ગુસ્સાને વહી જવા દો - ગુજરાતી લઘુ બોધ વાર્તા
Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission
.png)



ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories