બોલે તેના બોર વેચાય
અમદાવાદનાં વૈભવી પ્રહલાદનગરમાં આવેલ લોટસ રેસિડેન્સી નામના આલીશાન ટાવરમાં મહેતા અને દેસાઇ કુટુંબ બીજા માળે સામસામે રહેતા હતા. બંને વૈષ્ણવ વણિક ધર્મના હોવાથી મનમેળ સારો હતો. જીતુભાઈ દેસાઇ અને શકુબેનને એક જ પુત્રી રુચિરા, જે સુંદર દેખાવડી અને ભણવામાં ખૂબ જ હોંશિયાર હતી.
સામે જ રહેતા મહેતા કુટુંબમાં પણ એક જ પુત્ર હતો, તારક જે રુચિરાથી એક વરસ મોટો અને આકર્ષક હતો. બંને કુટુંબોને મનમેળ સારો હોવાથી તહેવારોની ઉજવણી અને બહાર હરવા ફરવાનું સાથે જ થતું.
તારક અને રુચિરાને પહેલેથી જ ખૂબ બનતું, બંને સાથે જ સ્કૂલબસમાં સ્કૂલે આવતા જતાં. તારક એક વર્ષ ભણવામાં આગળ હોવાથી તેની તમામ નોટ્સ અને બુક્સ રુચિરાને કામમાં આવતી. બંને સાથે જ પરીક્ષાનું વાંચતાં, અને રુચિરાને કોઈ તકલીફ પડે તો તે તારકની પાસે સમજવા પહોંચી જતી.
ધીમે ધીમે બંનેમાં તરુણાવસ્થા આવવા લાગી. શરૂઆતનો પ્રેમ અને રમતો તો હતા જ. પણ તેમાં હવે વિજાતીય આકર્ષણ ભળવા લાગ્યું. રુચિરા છોકરીમાથી યુવતી બનવા લાગતાં તેના અંગોના ઊભાર અને વણાંક આકર્ષક બનવા લાગ્યા હતા. તારક તેને જોઈ રહેતા ધરાતો જ નહીં. રુચિરાને પણ અંદરથી આકર્ષણ ખેંચી રહ્યું હતું.
સંજોગવશાત બંનેને શહેરની ટોપ ગણાતી આશ્રમરોડની એચ.વી.કોમર્સ કોલેજમાં એડમિશન મળી ગયું હતું. બંને પોતપોતાની સ્કૂટી પર ઘેરથી કોલેજ અને કોલેજથી ઘેર સાથે આવતા જતાં. જીતુભાઇ અને શકુબેનને તેમની દીકરી રુચિરાની કોઈ ચિંતા જ નહોતી, કારણકે તારક હંમેશા તેની સાથે જ હોય.
ફાઇનલ બી.કોમ માં આવેલ તારક સેકન્ડ બી.કોમ.માં ભણતી રુચિરાને પોતાના પ્રેમનો એકરાર કરવા તલસી રહ્યો હતો, પણ ન જાણે કેમ તેનાથી બોલાતું જ નહીં. તેની જીભ થોથવાઈ જતી.
ડિસેમ્બર માસમાં કોલેજના એન્યુઅલ ડે ની ઉજવણીમાં રાતના અગિયાર વાગી ગયા. રુચિરાને મોડીરાતનો અહેસાસ થઈ ગયો. તેણે સ્કૂટી કોલેજથી સ્ટાર્ટ કરી અને લોગાર્ડન થી આગળ અચાનક બંધ થઈ ગયું. એકાંત, અંધારું અને ઠંડીથી ધ્રૂજતા તેણે ઘેર ફોન કર્યો.
“પપ્પા, અહીં મારુ સ્કૂટી બંધ થઈ ગયું છે, શું કરવું ?”
“ઊભી રે, મને સહેજ તાવ જેવુ લાગે છે, જો એટલામાં તારક હોય તો બોલાવી લે.” તેના પપ્પાએ કહ્યું.
પાછળથી જતાં તરકને રુચિરાએ ફોન કરી હેલ્પ માટે બોલાવ્યો. તેણે બહુ મહેનત કરી, પણ સ્કૂટી બંધનું બંધ. અંતે તેને પાર્ક કરી બંને તારકના બાઇક પર ગોઠવાયા. ઠંડી વધી રહી હોવાથી રસ્તામાં કોફી ડે માં કોફી પીવા રોકાયા. કોફીની ગરમીથી તારક હિંમત ભેગી કરી રહ્યો હતો, તેણે કહ્યું, “રુચિરા, મારે તને એક વાત કહેવી છે.”
“બોલ, શું વાત છે ?” રુચિરાને અંદરખાને ખબર હોવા છતાં અજાણી બની.
“જો વાત એમ છે ને કે.... કે...” કહેતા તારક થોથવાયો, ગભરાયો, તેને મનમાં ડર લાગ્યો, જો રુચિરા ગુસ્સે થઈને ના કહી દેશે તો મળવાનું પણ સાવ બંધ થઈ જશે. તેણે વાત બદલી, “વાત એમ છે ને કે..”
“શું વાત છે ?” રુચિરાને એમ હતું કે તે પ્રેમનો એકરાર કરશે, પણ તારકે કહ્યું, “અહીની કોફી બહુ વખણાય છે, નહીં.” રુચિરા હસી પડી.
“એટલે તો રાતના બાર વાગે આપણે અહી આવ્યા.” તારકે પોતાની વાત પૂરી કરી, અને પ્રેમની વાત હવામાં ઊડી ગઈ.
વળી પાછો વેલેન્ટાઇન ડે પર તારકને મોકો મળી ગયો. વેલેન્ટાઇન ડે પર બે પ્રેમી એકબીજાને મોંઘી ગિફટો આપી પ્રેમનો એકરાર કરતાં હોય છે. રુચિરા તો છોકરી હોવાથી સીધું કહેતા શરમાતી હતી, પણ તેને વિશ્વાસ હતો કે તારક આ વખતે જરૂરથી પ્રેમનો એકરાર કરશે.
તારકે પ્રેમથી રુચિરાની પસંદનો મોંઘાભાવનો મોબાઈલ લીધો અને આપવા ગયો. કોલેજની કેન્ટીનમાં એકાંતમાં કોફી પીવા બંને ગોઠવાયા. ગિફ્ટ આપતા તારક બોલવા ગયો, પણ થોથવાયો. અંદરખાનેથી ના પડી જશેનો ડર તેના મનમાં ઘર કરી ગયો હતો. તે બોલવા ગયો, “આઇ લવ યુ” પણ બોલાઈ ગયું “હેપ્પી વેલેન્ટાઇન ડે”, રુચિરા તેને જોઈ રહી, તેને હતું કે તારક હજુ કાઇં બોલશે, પણ તારક ગભરાટમાં ચૂપ થઈ ગયો. એટલામાં તેમના દોસ્તો આવી ગયા અને વાત બદલાઈ ગઈ.
આમને આમ બે ત્રણ વખત તારકને તક મળી, પણ દર વખતે મનમાં ના કહેશે તો નો ડર તેને પ્રેમનો એકરાર કરવાની વાત ના કરાવી શક્યો.
સમય ઊડી રહ્યો હતો. બંને પ્રેમનો એકરાર ન થવાથી મૂંઝવણમાં હતા. ત્યાં રવિવારે રુચિરાના મમ્મીપપ્પાને બરોડા જવાનું થયું. જીતુભાઈ તારકને તેમની દીકરીને કંપની આપી ધ્યાન રાખવાનું કહી ઉપડયા. તારક ખુશ હતો, આજે તો તે મનની વાત કહી જ દેશે, પણ… મનમાં રહેલો ડર તેને અટકાવી રહ્યો હતો. રુચિરાને આ વાતનો ખ્યાલ આવી ગયો હતો.
સાંજ પડવા આવી. રુચિરાએ કહ્યું, “તારક મારા માટે અમેરિકાનો છોકરો જોવા મમ્મીપપ્પા ગયા છે, વાત લગભગ નક્કી જ છે.” અને તારક ગુસ્સે ભરાયો, તેને થયું કે મારી પ્રેમિકા મને છોડીને અમેરિકા જતી રહેશે અને મનનો ડર ઊડી ગયો. તેણે ગુસ્સે થઈ કહ્યું, “અરે ! તે બંનેને દેખાતું નથી, હું તારું કેટલું ધ્યાન રાખું છું, તને પ્રેમ કરું છું એટલે જ તો વળી !” તેનું મોં શરમથી લાલ થઈ ગયું, આંખો ગુસ્સો કાઢતી હતી. તે ઊભો થઈને પોતાને ઘેર જવા લાગ્યો.
રુચિરા હસી પડી. “તારક, બસ મારે આ જ સંભાળવું હતું. મને ખબર જ હતી, પણ તું બોલી નહોતો શકતો. એટલે જ મારે આ નાટક કરવું પડ્યું. મને પણ તારા માટે પ્રેમ છે, પણ હું તારા એકરારની રાહ જોતી હતી. ખરેખર તો મારા પપ્પામમ્મી અમારા સગાના મરણમા બરોડા બેસવા ગયા છે.”
તારક શરમાઈ ગયો. એક વખત મનમાથી અજ્ઞાત ડર નીકળી જાય પછી જ અંદરનો આવેગ બહાર આવે છે એ વાત તારકને સમજાઈ ગઈ. “બોલે તેના બોર વેચાય.” આ કહેવતનો અર્થ તેને સમજાઈ ગયો.
બંને તરફી
પ્રેમનો એકરાર થઈ ગયો હોવાથી બંનેના માંબાપે સાથે બેસી ધામધુમથી લગ્ન સંપન્ન
કર્યા.
------------------------------x--------------------------------x---------------------------------x------------------------
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
બોલે તેના બોર વેચાય- ગુજરાતી લઘુ બોધ વાર્તા
Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories