વ્યાજ તો સહુને વ્હાલું લાગે
“જો મમ્મી, હું લગ્ન કરીશ તો અમોલ સાથે જ, નહીતર જીંદગીભર કુંવારી રહીશ, આ મારો મક્કમ નિર્ણય છે.” અપરાએ ગુસ્સે થઈને તેની મમ્મી સવિતાબેનને કહ્યું.
“બેટા, સમજીને નિર્ણય લેજે. આ તમારો પ્રેમ અને નશો એક બે વરસમાં ઓગળી જશે, પછી તારે માટે તેના એક રૂમના ચાલીના ઘરમાં રહેવું મુશ્કેલ થઈ જશે. મે તારા કરતાં ડબલ દિવાળી જોઈ છે. એટ્લે જ તારા ભલા માટે સલાહ આપું છું, તારો ઉછેર ગાડી અને બંગલામાં થયો છે, તેથી ગરીબ ઘરમાં તને જરાપણ નહીં ફાવે.” સવિતાબેને અપરાને સમજાવતા કહ્યું.
“મમ્મી, અમારો પ્રેમ મજબૂત અને સમજણપૂર્વકનો છે, પ્રેમ માટે હું ગમે તે ઘરમાં અને ગમે તે કામ કરવા તૈયાર છું. જો તમે અમારા લગ્ન નહીં કરાવો તો અમે ભાગી જઈને લગ્ન કરીશું. મારી ઉંમર પણ હવે એકવીસ વરસ ઉપર થઈ ગઈ છે, એટલે વાંધો નથી.” અપરાએ પણ ગુસ્સામાં જવાબ આપ્યો.
“ના ના બેટા, આવા ઉતાવળીયા નિર્ણય ન લઇશ. મારે તારા પપ્પાને વાત કરવી
પડશે.” સવિતાબેન નરમ પડ્યા.
હવે બંને વિચારમાં અને ચિંતામાં પડી ગયા, કરવું શું ?
અંતે એક દિવસ સવારે જ કોલેજમાથી ભાગીને બંનેએ લગ્ન કરી લીધા. સવિતાબેનને ખબર પડતાં ખૂબ ગુસ્સે થયા. બધાએ સમજાવ્યા, “દીકરીને માફ કરી દો.” પણ સવિતાબેનની ના એટલે ના.
અનાયાસે બંનેને અમદાવાદમા જ સારી નોકરી મળી ગઈ. બંનેએ તેમના મમ્મી પપ્પાને મળવા અને આશીર્વાદ મેળવવા બે ત્રણ વખત કોશિશ કરી, પણ સવિતાબેનને ઇગો આડો આવતો હતો, ધનજીભાઇ તો માની ગયા, તેમણે પણ સમજાવ્યા, પણ સવિતાબેનનો અહમ વચ્ચે આવતો હતો, મને પૂછ્યા વગર ભાગી જઈને લગ્ન કરી લીધા, આ ચાલે જ નહીં ! તેમણે બંનેને ઘેર બોલાવ્યા જ નહીં.
સમય ઊડી રહ્યો હતો. સમાચાર આવ્યા, અપરા માં બનવાની છે અને છેવટે સુંદર પુત્ર આકાશને જન્મ આપ્યો. સવિતાબેનને રમાડવાનું બહુ મન થયું, પણ તેમનો ઇગો નડી ગયો, તેના નાના ધનજીભાઇ એક બે વખત ખાનગીમાં આવીને તેને રમાડી ગયા, પણ સવિતાબેન એકપણ વાર નહીં.
ધનજીભાઇ રમાડવા ગયા ત્યારે આકાશ માટે ચાંદીનો ઘૂઘરો અને અપરા માટે સોનાનો સેટ લઈ ગયા હતા.
પણ અપરાએ પ્રેમથી ના પાડતા કહ્યું, “પપ્પા, જ્યાં સુધી મમ્મી અમને પ્રેમપૂર્વક અપનાવે નહીં, ત્યાં સુધી કોઈ વ્યવહાર નહીં. જો અમોલને ખબર પડશે તો તે ખૂબ ચિડાશે, કારણકે તે ખૂબ જ ખુદ્દાર અને સ્વાભિમાની છે.”
“પણ બેટા, હું તમને સામેથી આપી રહ્યો છું ને !” ધનજીભાઇ દુખી થતાં બોલ્યા.
પણ અપરાની ના એટલે ના.
ધનજીભાઇ બોલ્યા, “સારું, હું મમ્મીને સમજાવવાનો પ્રયત્ન કરી જોઈશ.
તેમણે સવિતાબેનને વાત કરતાં તે ગુસ્સે થઈ ઉકળી ગયા, “મેં ના પાડી હતી, તો ય આવા ભિખારી સાથે લગ્ન કર્યા, હવે આપણે એની સાથે કોઈ સબંધ નથી.”
ધનજીભાઇ સમજાવતા બોલ્યા, “જો બંને જણા પ્રેમથી સુખે દુખે રહે છે. જો તું કરોડપતિ જમાઈ ગોતીને લગ્ન કરત પણ તે નાણાં ગુમાવીને દેવાળિયો થઈ જાત તો શું કરત.?”
પણ સવિતાબેન માન્યા જ નહીં.
અપરાના મામાના દીકરાના લગ્ન હતા. અપરાને આશા હતી કે લગ્નમાં મમ્મી જરૂર આકાશને રમાડશે, પણ તે ઠગારી નીવડી. સવિતાબા મોં ફેરવીને ઊભા રહી ગયા. અપરા નિરાશ થઈ ગઈ. તે આકાશને રમતો મૂકી, તેની સખીઓ જોડે ભોજન કરવા ગઈ. તેણે અમોલને ધ્યાન રખવાનું કહ્યું, પણ તે વોશરૂમ ગયો હતો.
અચાનક મંડપમાં દોડધામ મચી ગઈ. ખેતરાઉ જમીનમાં અચાનક ક્યાંકથી કાળોનાગ આવી પડ્યો. બધા દૂર દૂર ભાગી ગયા, પણ દોઢ વરસના આકાશને ક્યાં નાગનો ડર હતો ? તે તો તેની મસ્તીમાં રમતો જ રહ્યો. સવિતાબેને ચારે તરફ નજર કરી, પણ તેની મમ્મી તો દૂર ખાવામાં જ મશગુલ હતી. સવિતાબેનની માં સહજ લાગણી ઉભરાઇ ગઈ. તેઓએ દોડીને આકાશને તેડી લીધો અને દોડીને નાગથી દૂર લઈ ગયા. દોડધામમાં નાગ પણ ગભરાઈને બીજી દિશામાં ભાગી ગયો.
“હાશ ! સવિતાબા આકાશને તેડીને વિચારતા હતા, માંડ બચ્યો, નહિતો નાગ તેને દંશ મારી જ દેત ને !” સવિતાબેન વિચારતા વિચારતા અપરા અને અમોલ પર ગુસ્સે થયા. આવી રીતે નાના બાળકને એકલો મુકાતો હશે ?
અપરા અને અમોલને વાતની ખબર પડતાં જ દોડ્યા અને આકાશને સવિતાબા પાસેથી લઈ લીધો. સવિતાબા ચિડાયાં.
“છોકરો પેદા કર્યો, પણ ધ્યાનતો રાખતા નથી.” બંને તરફ જોઈ ગુસ્સે થઈ સવિતાબેન બોલ્યા.
“મમ્મી, મારુ ધ્યાન તો જમવામાં જ હતું, અમોલ વોશરૂમ ગયો હતો, આકાશ ઉપર ધ્યાન હતું જ નહીં. તમે ધ્યાન ન રાખ્યું હોત તો શું થઈ જાત ?” કહેતા અપરા રડવા જેવી થઈ ગઈ.
બધા સગાવ્હાલાંથી સવિતાબેન ઘેરાઈ ગયા. તેના ભાભીએ કહ્યું, “વાહ, સવિતાબેન તમે જબરી હિંમત દેખાડી કાળોતરાને ભગાડીને તમારા નાતી (ભાણિયા) આકાશને બચાવી લીધો.”
તો વળી પડોશણે હસતાં હસતાં કહ્યું, “મુદ્દલ કરતાં તો વ્યાજ જ વધારે વ્હાલું લાગે હોં !”
“પણ મુદ્દલ સાચવશો નહીં તો વ્યાજ ક્યાથી આવશે ?” કોઇકે હસતાં હસતાં ટોણો માર્યો.
આ સાંભળતા જ સવિતાબેન ચમકી ગયા. વાત તો સાચી જ હતી, દીકરી સાથે સારા સબંધો હશે તો જ ભાણિયાને રમાડવાં બોલાવાશેને ! પણ તેનો અહમ નડી ગયો, “હું શા માટે તેને બોલાવું ? મારી ના હતી છતાં તેણે ભાગી જઈને લગ્ન શા માટે કર્યા ?”
ત્યાં તો તેમના આંતર મને લપડાક મારી, જે થવાનું હતું તે તો થઈ ગયું. હવે તો તેના લગ્ન અને બાળક પણ થઈ ગયા છે. ક્યાં સુધી વિરોધ કર્યા કરવાનો ? ભૂતકાળ યાદ કરીને ગુસ્સે થઈ અબોલા રાખવાનો કોઈ જ અર્થ નથી. અંતે તો તે મારી દીકરી જ છે ને. વર્તમાનમાં જીવતા શીખ. પૈસાદાર જમાઈ સાથે લગ્ન કર્યા પછી તે નાણાં ગુમાવીને ગરીબ થઈ જાત તો શું કરત. એના કરતાં આ જમાઈ પ્રેમથી રાખે તો છે જ ને ! માફ કરીને અપનાવી લે આ બંનેને !
અંત
સવિતાબેનને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો. તેમણે પ્રેમથી અપરાને ગળે લગાડી, જમાઈને આશીર્વાદ
આપ્યા.
------------------------------x--------------------------------x---------------------------------x------------------------
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
વ્યાજ તો સહુને વ્હાલું લાગે - ગુજરાતી લઘુ બોધ વાર્તા
Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories