14 માર્ચ 2026

શંકા-કુશંકા - ગુજરાતી લઘુ બોધ વાર્તા

 

શંકા-કુશંકા


-----------------------------------------------------------------------------------------------------------------------------

        તપન અને તૃપ્તિના હજુ વરસ પહેલા જ લવ મેરેજ થયા હતા, પણ છેલ્લા બે મહિનાથી બન્નેમા નાના મોટા ઝગડાનુ પ્રમાણ વધી ગયુ હતુ.

        તૃપ્તિ કરોડપતિ બાપની એકની એક દિકરી હતી, તેથી તેનો હાથ છુટ્ટૉ અને ખર્ચાળ હતો. તેને અઠ્વાડિયે બે વાર બહાર હોટેલમા જમવા, મુવી જવા જોઇએ, જ્યારે તપન મધ્યમવર્ગના માબાપના ચાર બાળકોમાંથી સૌથી મોટો દિકરો હતો. તે કરકસર, સાદગી અને બચતમા માનતો હતો. પછી તૃપ્તિની દરેક માંગણીઓ તે કઈ રીતે પુરી કરી શકે ?

રવિવારે સાંજે જ બંને હોટલમાં જમ્યા હતા, ત્યાં ગુરુવારે ફરી તેણે હોટલમાં ચાઈનીઝ ખાવાની જીદ કરી. તપને સમજાવતા કહ્યું, " આટલા ખર્ચ આપણને ના પોષાય, અને મને પેટમાં પણ બહુ હોટલનો ખોરાક ફાવતો નથી.

"સાવ કંજૂસ છે, પેટના બહાને હોટલમાં જવાની ના પાડે છે." કહીને તૃપ્તિએ વિવાદ વધારી દીધો.

બીજા અઠવાડિયે તેને નવો ડ્રેસ લેવો હતો, પણ તપને આખર તારીખમાં ખેંચ હોવાથી ના પાડી દીધી. તૃપ્તિએ ગુસ્સે થઈને કહ્યું, "હું મારા પપ્પા પાસેથી રૂપિયા લઈને ડ્રેસ તો લેવાની જ છું."

પણ ખુદ્દાર તપન તેના સસરાના પૈસા લેવામાં માનતો જ ન હતો.

બંનેનો વિવાદ વધીને ઝગડા સુધી પહોંચી ગયો. લવમેરેજ હોવાથી બંને માંબાપથી જુદા જ ભાડાના ઘરમાં રહેતા હતા, તેથી વચ્ચે પડીને સમાધાન કોણ કરાવે 

તૃપ્તિ બેઠી બેઠી વિચારતી હતી કે તપનનો પ્રેમ ક્યાં ગયો ? મેં લવમેરેજ કરીને ભૂલ તો નથી કરીને ? ગુસ્સામાં આવું વિચારતા તેણે ટીવી ચાલુ કર્યું, ક્રાઇમ પેટ્રોલ સીરિયલમાં લાલચુ વર તેની પત્નીની મિલ્કતો મેળવવા દશમા માળેથી ધક્કો મારીને ખુન કરે છે, તે સીન જોતા તૃપ્તિ એકદમ ડરી ગઈ અને સીન તેના મગજમાં હાવી થઇ ગયો.

તપનને તેનો મિત્ર સિનિયર વકીલના "વીલની જરૂરિયાત" વિષય પરના વર્કશોપમાં લઇ ગયો હતો. તેની વીલની અગત્યતા અને જરૂરિયાત ઉપરનું ભાષણ સાંભળી તપન ચોકન્નો બની ગયો. ઘરે આવતા જ તેણે તૃપ્તિને પૂછ્યું, "તારા પપ્પાએ વીલ કર્યું છે કે નહિ ?"

તૃપ્તિ આ સાંભળી ચોંકી ગઈ. "તારે શું કામ છે ? મેં પણ હજુ સુધી પપ્પાને પૂછ્યું જ નથી." કહેતા તે ગરમ થઇ ગઈ.

 "ના, ના આ તો મેં હમણાં વકીલ સાહેબનું લેક્ચર સાંભળ્યું, તેમણે સ્પષ્ટ કહ્યું કે બે સાક્ષીની હાજરીમાં વીલ નોટરી સમક્ષ કરેલું હોય તો પછીથી વારસદારને વાંધો આવતો નથી, નહીંતર બહુજ હેરાન થવાય છે, એટલે." તપને નિખાલસપણે જણાવ્યું, ત્યારે તેને સપનેય ખ્યાલ ન હતો કે તૃપ્તિ મનમાં શું વિચારી રહી છે.

તૃપ્તિના મનમાં હજુ ક્રાઇમ પેટ્રોલ સિરિયલનો ખૂની પતિ જ ઘુમરાઈ રહ્યો હતો. તે વિચારે ચડી, તપન મારા પપ્પાની મિલકતના વીલનું પૂછી શું કરવા ધારે છે. હું જ તેની એકમાત્ર વારસદાર છું, તો શું મને ખતમ કરી પોતે જ બધી મિલ્કતો હડપ કરી જશે ?

તપન નોકરી પર ગયો પછી તૃપ્તિએ તેની મમ્મીને મોબાઈલ જોડ્યો, મમ્મી, કેમ છે ?” 

કેમ બેટા, બહુ દિવસે ફોન કર્યો ? તપન સાથે બારોબાર ફાવી ગયું ને ? મમ્મીએ ચિંતા વ્યક્ત કરતાં પૂછ્યું.

મમ્મી, હમણાં હમણાં અમારે બોલાચાલી અને વિવાદ વધારે થાય છે. તપનનો પગાર ટૂંકો છે એટલે પૈસાટકાની ખેંચતાણ ચાલ્યા કરે છે અને ખર્ચને પહોંચી વળાતું નથી, શું કરું એ સમજાતું નથી ?” તૃપ્તિએ પોતાની મનની વાત કહી દીધી.

સંભાળીને ખર્ચ કરજે બેટા. મમ્મીએ સલાહ આપતા કહ્યું.

પણ મમ્મી એ તો પપ્પાના વિલનું પૂછતો હતો, પપ્પાએ વિલ બનાવ્યું છે ?” તૃપ્તિએ પૂછ્યું.

હા, બેટા અમારા પછી એક તું જ તો વારસદાર છે, એટલે આ બંગલો, ફેક્ટરી, ગોડાઉન, ફાર્મહાઉસ વિગેરે અંતે તો તારા નામે જ થશે. ભવિષ્યમાં તપન આ બધુ, તને પતાવીને માલિક ના બની જાય એનું ખાસ ધ્યાન રાખજે. મમ્મીએ ચેતવણી આપતા કહ્યું.

એક વખત મન ઉંધુ વિચારી શંકા કુશંકા પર ચડી જાય, એટલે તેના જ વિચારો કર્યા કરે છે. 

તપનને ઓફિસમાં ચિંતામાં જોઈ તેના મિત્ર તુષારે પૂછ્યું, તપન, શેની ચિંતામાં છે ? ઘરે બધુ બરોબર ચાલે છે ને ?”

તપને નિરાશ સવારે કહ્યું, હમણાં હમણાં તૃપ્તિ સાથે નાની નાની બાબતે બોલાચાલીને ઝગડા થયા જ કરે છે, શું કરવું એ સમજાતું નથી.

એક કામ કર, આ ચાર દિવસની રજામાં બહાર ફરવા જતાં રહો, વાતાવરણ બદલાતા મૂડ બદલાશે. તુષારે ઉપાય બતાવ્યો.

તપનને ઓફિસમાં ચાર દિવસની રજા આવતી હોવાથી તૃપ્તિને ખુશ કરવા માઉન્ટ આબુનો પ્રોગ્રામ બનાવી દીધો. તૃપ્તિ વિચારે ચડી, મારે સાવધ રહેવું પડશે, પહાડ પરથી મને પાડીને પતાવી દેશે તો ? શંકા કુશંકા તેનો પીછો છોડતી નહોતી.

સાંજે ઠંડા વાતાવરણમાં બંને સનસેટ પોઇન્ટ પહોંચી ગયા. અંધકાર છવાતાં લોકો જવા માંડયા. એકાંત અને રોમેન્ટિક મૂડમાં તપને તૃપ્તિને ઊંચકી લીધી, હવે તૃપ્તિની શંકા મજબૂત બની ગઈ, તેણે છુટવા જોર કર્યું, પણ તે છુટીને લપસી નીચે ખાઈમાં, તેણે બૂમ મારી, "બચાવો, બચાવો" તેના હાથમાં ઝાડનું મુળીયું આવી જતા લટકી પડી. તેને ડર લાગ્યો કે તપન તેને ધક્કો મારીને પાડી દેશે.

તપન એકદમ હતપ્રભ થઈ ગયો. તેણે બૂમ પાડી, “તૃપ્તિ, બરાબર પકડજે, હું તને બચાવવા નીચે આવું છું.

તે દોડતો જઇ ગાડીમાથી જાડી રસ્સી લઈ આવ્યો, રસ્સીનો એક છેડો ઝાડ સાથે બાંધી પોતે ખુદ તેના બીજા છેડે રસ્સીની મદદથી નીચે ઉતરવા લાગ્યો. તેનો હાથ છૂટે, કે રસ્સી તૂટે તો સીધો ખાઈમાં નીચે પડે તેમ હતું. જીવ સટોસટનો ખેલ હતો આ.

તૃપ્તિ સુધી પહોંચી કહ્યું, તૃપ્તિ, મારી ઉપર બેસી જ, ભાર વધવાથી સહેજ રસ્સી ખેંચાઇ, ગજબનાક ખતરો હતો. જરાપણ હિંમત હાર્યા વગર તપન, તૃપ્તિને લઈને ઉપર આવ્યો. ભારે મહેનત અને શ્રમને લીધે તપન ઉપર આવતા જ બેભાન થઈ પડી ગયો.

તૃપ્તિ દોડી કારમાં જઈ પાણી લાવી છાંટતા તપન ભાનમાં આવ્યો. તેણે પૂછ્યું, મને કેમ બચાવી ? મને મારીને તારે મારા પપ્પાની મિલકત હડપ કરવી હતી, એટલે વિલનું પૂછતો હતો ને ! 

તપન તેને જોઈ રહ્યો, તેણે દિલગીરી સાથે કહ્યું, મેં તો વિલની જરૂરિયાતના વર્કશોપમાં સાંભળેલું કે વિલ વગર વરસદારને બહુ તકલીફ પડે છે, એટલે તને મદદરૂપ થવા જ મેં ખાલી પુછેલું.

તૃપ્તિ આ સાંભળી રડી પડી. મેં તારા ઉપર ખોટી ખોટી કુશંકા કરી, મને માફ કરી દે.”

નાના મોટા ઝગડા તો થયા કરે, એમાં જ દાંપત્યજીવનની મજા છે ને ! તને આવી કુશંકા ક્યાથી થઈ ?” તપને સાંત્વના આપતા કહ્યું.

મેં ટીવી સિરીયલ જોયેલી તેમાં આવું શંકાસ્પદ બતાવે છે એટલે. કહેતા તૃપ્તિ નીચું જોઈ ગઈ. આમ શંકા-કુશંકાનું સમાધાન થતાં તપન તૃપ્તિની દાંપત્યજીવનની ગાડી પાટે ચઢી ગઈ. બંને સુખી લગ્નજીવન જીવવા લાગ્યા.

 ------------------------------x--------------------------------x---------------------------------x------------------------

 If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

શંકા-કુશંકા  -  ગુજરાતી લઘુ બોધ વાર્તા 

Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories