17 માર્ચ 2026

પ્રોફેસર પ્રેમમાં પડ્યા - ગુજરાતી લઘુ બોધ વાર્તા

 

પ્રોફેસર પ્રેમમાં પડ્યા

-------------------------------------------------------------------------------------------------------------------------      

  પપ્પા, તમે તો દિવસે ને દિવસે યુવાન થતાં જાઓ છો. ઇન શર્ટ કરીને પરફ્યુમ છાંટીને હીરોની જેમ તૈયાર થઈને કોલેજ જાઓ છો. હસતાં હસતાં તેના યુવાન પુત્ર અમલે ટકોર કરી.

        ના, ના, એવું કાઇં નથી, કોલેજમાં પ્રોફેસરે અપ ટુ ડેટ તો રહેવું જ પડે ને ! અનિકેત કહેતા કહેતા વિચારમાં પડી ગયા.

        છેંતાલીસ વરસના પ્રોફેસર અનિકેત ગાંધી એમ.યુ. સાયન્સ કોલેજના બાયોલોજીના પ્રોફેસર હતા. આધેડ ઉંમરે પહોંચ્યા, પણ તન અને મનથી હજુ યુવાન હતા. કોલેજમાં તેમની પ્રતિષ્ઠિત પ્રોફેસર તરીકે નામના હતી. બહારથી બીજી કોલેજના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ તેમના લેકચર ભરવા આવતા. તેમનો એકનો એક પુત્ર અમલ કોમર્સ ગ્રેજ્યુએટ થઈ સી.એ. થવા વિચારી રહ્યો હતો.

        પિસ્તાળીસ વર્ષના તેમના પત્ની અનારબેન હમણાં હમણાં એક વરસથી અતુલાનંદ સ્વામીના સત્સંગમાં પડી ગયા હતા. દરરોજ સવારે તે સ્વામીના વ્યાખ્યાનમાં પહોંચી જતાં, ધીમે ધીમે તે અધ્યાત્મના રંગે રંગાવા લાગ્યા. સંસાર તેમને અસાર લાગવા લાગ્યો હતો અને સંસારસુખ મિથ્યા જણાતું હતું. તેમણે તો ભક્તિ અને આત્મજ્ઞાનમાં ઊંડો રસ પાડવા લાગતાં પ્રોફેસર સાથેનું તેમનું લગ્નજીવન ડગમગવા લાગ્યું હતું.

                એક વરસથી અનિકેત સહવાસ માટે કોશિશ કરતાં, પણ અનાર તો કેમેય કરીને સાથ આપતી જ નહીં, ઊલટાનું હવે મોટા થયા, આવા ચામડાં ચુંથવાના છોડી દઈ, પરમાત્માનું ભજન કરો. દરેક વખતે આ જ ઉપદેશ સાંભળી અનિકેત ઉબાઈ ગયા હતા. પત્નીને શરીરસુખ ભોગવવામાં રસ રહ્યો જ ન હોય તો કરવું શું ?

        પ્રોફેસર અનિકેત નિરાશ થવા લાગ્યા હતા. આટલો સારો પગાર, સુંદર ઘર, સંપન્ન કુટુંબ પણ શરીરસુખ ના મળે તો શું કામનું ? એક નબળી ક્ષણે તેમને રેડલાઇટ એરિયામાં જઈને આનંદ કરવાનું મન થયું, પણ પછી તેમની ઇજ્જતનું શું ? આ ઉંમરે પત્ની હોય પછી પણ લફરા કરી રીતે કરવા ?  અનિકેતને ભણાવવામાથી અને રૂટીનમાંથી રસ ઓછો થવા માંડ્યો.

        શનિવારે તે કોલેજમાં દાખલ થતાં હતા ને થંભી ગયા. સામેથી સવારના કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ બહાર નીકળી રહ્યા હતા, તેમાથી એક સુંદર દેખાવડી યુવતી તેમને તાકી રહી હતી. અનિકેત પણ તેને તાકીને મોહમાં પડી ગયા, વાહ, હજુ તો હું યુવાન છું, મારી ચાહક મને તાકી રહી છે. વિચારતા તે થોડા આગળ વધ્યા ત્યાં તો તે યુવતી અચાનક ગાયબ થઈ ગઈ.

        પ્રોફેસર અનિકેતનું દિલ આનંદથી તરબોળ થઈ ગયું. આજે તેને ભણાવવામાં પણ રસ પાડવા લાગ્યો. રાત્રે સૂતા પણ તેને પેલી સુંદર યુવતીનો જ ચહેરો નજર સામે તરવરવા લાગ્યો અને તેના જ વિચારો આવતા હતા.

        રાતના ઊંઘમાં તે સપનામાં વિચારે ચડ્યા. મારાથી અર્ધી ઉંમરની યુવતી ખરેખર મને પ્રેમ કરતી હશે કે નહીં ?” પાછું મન વિચારે ચડ્યું. એવું કાઇં નથી. ચીનીકમ મુવીમાં હીરો અમિતાભની હિરોઈન તેનાથી અર્ધી ઉંમરની જ હતી ને ! છતાં તેના પ્રેમમાં પડી જ હતી ને ! હું હજુ તો જુવાન જ કહેવાઉ. અને તે ખુશ થતાં ઓશિકાને બાથ ભરી સુઈ ગયા. સપનામાં પણ તે યુવતી સાથે પ્રેમાલાપ કરતાં રહ્યા. અતૃપ્ત મન સપનાંમાં પણ દિવસે ના સંતોષાતી ઈચ્છાઓ વ્યકત કરે છે.

        સાત દિવસ પ્રોફેસર આવતા જતાં નજર ઘુમાવતા રહ્યા, ક્યાંક પેલી સુંદર યુવતી દેખાય છે?

        પાછું શનિવારે એ જ સ્થળે એજ સુંદર યુવતી તેને તાકી રહી હતી. અનિકેતની ધડકનો તેજ થઈ ગઈ. તે યુવતી પણ જાણે તેમને કઈક કહેવા માગતી હતી, પણ વિદ્યાર્થીઓની ભીડ વધતાં તે યુવતી અચાનક ગુમ થઈ ગઈ.

        હવે અનિકેતને ચોક્કસ વહેમ થઈ ગયો, તે યુવતી મારા પ્રેમમાં છે, પણ કહી શક્તી નથી. એકવાર મન પોતાને ગમતું વિચારવા લાગે પછી તેમાને તેમાં વધારે ને વધારે ખૂંપતું જાય છે.

        પ્રોફેસર હવે વધારે અપ ટુ ડેટ થઈ ગયા. નવા બ્રાંડેડ શર્ટ પેન્ટ અને પરફ્યુમ ખરીદી લાવ્યા. તે સુંદર યુવતીને ગિફ્ટ આપવા એક મોંધુ લેડિઝ પરફ્યુમ પણ ખરીદી લીધું.

        યુવાન પુત્ર આમલે ટોણો માર્યો, પપ્પા, શું વાત છે ?, તમે તો યુવાન થઈ, કાઇં લફરાબાજી તો નથી ને !

        શું બકે છે ? અનિકેત ગરમ થઈ ગયા. આ ઉંમરે મારા વિષે આવું બોલતા શરમ નથી આવતી ? પણ મનમાં વિચારતા લાગ્યું, અમલની વાત તો સાચી હતી.

        મંગળવારે તો હદ થઈ ગઈ. તે સુંદર યુવતી અનિકેતના પિરિયડમાં બીજી બેન્ચ પર બેસી તેને તાકી રહી હતી. અનિકેત તેને જોતાં નવાઈ પામી ગયા, ભણાવવામાંથી તેનું ધ્યાન હટી ગયું. વિદ્યાર્થીઓ વિચારમાં પડ્યા, સરને થયું છે શું ? ક્લાસ છૂટી ગયો, પણ તે યુવતી બેસી રહી, આગળ આવી કહ્યું, સર, મારે એક વાત કરવી છે. અનિકેતની ધડકનો વધી ગઈ. હા, હા બોલને.

        બહુ જ અંગત વાત છે. આપને વાંધો ન હોય તો સામેની કોફી શોપમાં જઈએ. યુવતીએ ગભરાતા કહ્યું.

        અનિકેત ખુશ થઈ ગયો. તે ધીમે પગલે સામે આવેલી કોફી કાફેમાં ઘુસી ગયો. પાંચ મિનિટ પછી તે યુવતી પણ અંદર, બંને ફેમિલી રૂમમાં એકાંતમાં ગોઠવાઈ ગયા.

        અનિકેત શરમાતો હતો, તેણે હિંમત જમાવી, ગિફ્ટ માટેનું પરફ્યુમ તેની બેગમાં છે કે નહીં, તે જોઈ લીધું.

        સર, મારુ નામ અદિતિ પરીખ છે, મને કહેતા ડર લાગે છે, અને શરમ આવે છે. હું અહી કોમર્સ કોલેજમાં અભ્યાસ કરૂ છું. પેલી યુવતી એકી શ્વાસે બોલી ગઈ.

        ના ના, શરમાવવાની જરૂર નથી. જે મનમાં હોય તે કહી દે. અહિયાં કોઈ ત્રીજું છે જ નહીં. અનિકેતે મનમાં તે પ્રેમનો એકરાર કરતાં ગભરાય છે, તેમ વિચારી હૈયાધારણ આપી. પછી વિચારમાં પડી ગયા કે મારો દીકરો અમલ પણ કોમર્સ કોલેજમાં છે, મારે ધ્યાન રાખવું પડશે.

        સર, તમે અમલના પપ્પા છો ને !

        હા, પણ તેનાથી ડરવાની જરૂર નથી. પ્રોફેસરે વટથી કહ્યું.

        સર, તેણે મારી સાથે દગો કર્યો છે, મારી સાથે લગ્નનું વચન આપી મારી ઇજ્જત લૂંટી છે અને હવે નાની તકરાર કરી તેણે બ્રેકઅપ કરી લીધું છે. મને બે માસથી માસિક નથી આવતું, હું કેટલા વખતથી તમને કહેવા કોશિશ કરતી હતી, પણ ડરથી ભાગતી જ રહેતી. આજે હિંમત કરીને કહી દીધું. કહેતા કહેતા અદિતિ રડવા જેવી થઈ ગઈ.

        હેં ! અનિકેત પુત્રના કારસ્તાન સાંભળી સ્તબ્ધ થઈ ગયો, તેના અંગોમાં રોમાંચનો થનગનાટ શાંત થઈ ગયો. શું કહેવું ? તે વિચારમાં પડી ગયાં. આ તો કઇં જુદું જ નિકળ્યું. એકદમ પ્રેમીમાંથી પિતા બની ગયા.

          ના ના, હું તેને સમજાવી પાછું સેટલ કરાવી દઇશ. અનિકેતે પિતાની અદાથી હૈયાધારણ આપી.

        થેન્ક યુ, અંકલ કહેતા અદિતિ ઊભી થઈ પ્રોફેસરના પગે પડી ગઈ. અનિકેતે પણ પપ્પાની અદાથી માથે હાથ મૂકી આશીર્વાદ આપતા ઊભા થઈ ગયા. સારું, આવજે બેટા.

        તેની બેગમાં રહેલું કિંમતી પરફ્યુમ તેની સામે ડોળા કાઢી ધમકાવી રહ્યું હતું. તેના અંગોનો થનગનાટ શમી ગયો હતો.

------------------------------x--------------------------------x---------------------------------x------------------------


 If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

પ્રોફેસર પ્રેમમાં પડ્યા - ગુજરાતી લઘુ બોધ વાર્તા 

Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories