બાબા સત્યવાદી
અમદાવાદ હિંમતનગર હાઈ વે પર પ્રાંતિજની
બાજુના મોટા ફાર્મ હાઉસમાં બાબા સત્યવાદી નો સુંદર આશ્રમ આજે ભક્તજનોથી ખીચોખીચ
ભરેલો હતો. બાબા વીસ વરસથી આશ્રમની મઢુલી જેવી સુંદર ઝુપડીમાં ભક્તિપૂર્વક રહેતા
હતા. તેમના શિષ્યો અને અનુયાયીઓનો મોટો વર્ગ આજે ખુશખુશાલ ફરી રહ્યો હતો. બાબા
બ્રહ્મચર્યપૂર્વકના જીવનના ફાયદા ઉપર આજે તેમનું વક્તવ્ય આપવાના હતા. શહેરના
શ્રેષ્ઠીઓ પણ તેમ હાજરી આપવા અને બાબાનું બહુમાન કરવા આવી રહ્યા હતા. શહેરી લખપતિઓ
સંસારી જીવન છોડી બ્રહ્મચર્ય પાળવા અને તેના ફાયદા બાબા પાસેથી જાણવા ઉત્સુક હતા.
બાબાની આશ્રમની કરોડોની સંપતિ ફક્ત તેમના
નામ અને કામથી જ જમા થયેલી. બધા શિષ્યગણ તેમનું આદર કરતા પણ મુખ્ય શિષ્ય સાધુરામની
નજર બાબાની મિલકતો હડપ કરવા પર હતી. બહારથી તે બાબાને મસ્કા મારવા તેમનો પડ્યો બોલ
ઝીલી લેતો, પણ અંદરખાને તે બાબાને ઉથલાવવા શું કરવું તેના જ વિચારો કર્યા કરતો.
કાર્યક્રમની શરૂઆતમાં બધા બાબાનું બહુમાન
કરી, કઈક ને કઈક ભેટસોગાદો બાબાના ચરણોમાં અર્પણ કરી રહ્યા હતા. એક શ્રેષ્ઠીએ તો
સોનાનો હાર પહેરાવી બહુમાન કર્યું તો વળી બીજા શ્રેષ્ઠીએ બાબાને હીરાની વીંટી
પહેરાવી બહુમાન કર્યું.
બાબાએ પોતાનું વક્તવ્ય ચાલુ કર્યું,
"ભક્તજનો, આપની ભક્તિથી હું ગદગદ થઇ ગયો છું. ભક્તિ કરવા અને પરમાત્માને
પામવા બ્રહ્મચારી રહેવું જરૂરી છે. શરૂઆતમાં આ અઘરું લાગશે, પણ ધીમે ધીમે બધાનો
ત્યાગ કરી સંયમ ધારણ કરી ધ્યાનમાં બેસી જાવ. તમને પ્રભુના દર્શન ચોક્કસ થશે.
સંયમથી મનને અને શરીરને બંનેને ફાયદો થાય છે. કામિની સામે જોવાનું છોડી દો.
બધા બાબાની વાતોથી જ અભિભૂત થઇ ગયા. ત્યાં બહારથી ચોકીદાર એક સુંદર યુવતીને પકડીને લઇ આવતો હતો. એ યુવતી તેનો હાથ છોડાવવા બુમાબુમ કરતી હતી.
બાબાનું વક્તવ્ય ભંગ થતા ગુસ્સે થઇ
પૂછ્યું, "શું બાબત છે ? આ કન્યાને કેમ લાવ્યો છે.?"
ચોકીદારે ડરતાં ડરતાં કહ્યું, "બાબા,
આ યુવતી ઠગ લાગે છે. તે પોતાને આપની બેટી કહેવડાવે છે."
બાબાએ ગુસ્સે થઇ છોકરી સામે જોયું, છોકરીએ
રડતાં રડતાં કહ્યું, "મારું નામ
અનીતા છે, મારી મમ્મીએ આ ઓમમ લખેલું લોકેટ મરતી વખતે આપીને કહેલ છે કે આ તારા પિતાનું
છે. મારી માતાનું નામ સુનીતા છે, તેને જણાવેલ કે પિતાનું નામ છે સત્યકુમાર.
આ બન્ને નામ સાંભળી બાબા ચમકી ગયા. તેમને
યુવાનીના દિવસો યાદ આવી ગયા. સુનીતાને યાદ કરતા રોમેન્ટિક થઇ ગયા. ગ્રેજ્યુએટ થઈને
સત્યકુમારને બાયડ પાસેના ગામમાં સરકારી નોકરી મળી હતી. બાજુમાં જ રહેતી દેખાવડી
સુનીતાના પ્રેમમાં પાગલ બની, બંનેએ ભાગી જઈ ગાંધર્વ લગ્ન કરી લીધા. તેની પાસે
રહેલું એક માત્ર ઓમ લખેલું લોકેટ તેમણે સુનીતાને પહેરાવી દીધું. એક રાત સાથે
રહ્યા, પણ બીજે દિવસે ગામ લોકોને ખબર પડતા તેમણે મારીને ભગાવી દીધા અને ફરીથી
ગામમાં પગ મુકશો તો જીવ લઇ લેવાની ધમકી આપી. પછી તેમણે ક્યારેય ગામમાં પગ મુક્યો જ
નહિ, પણ જાણવા મળ્યું કે સુનીતાને બેટી આવી છે.
સત્યકુમારને સંસાર પ્રત્યે નફરત થઇ ગઈ અને
તે આશ્રમ બનાવી બની ગયા સત્યવાદી બાબા. તેમણે વિચાર્યું, "ઓહો, મારી દીકરી
આટલી મોટી જુવાન થઇ ગઈ."
પણ પછી એકદમ પોતાના માનપાન અને સ્ટેટસનો
ખ્યાલ આવતા નન્નો ભણ્યો.
તેમણે કહ્યું, "હું તો બાલ
બ્રહ્મચારી છું, મારી દીકરી છે જ નહિ."
બધા નવાઈ પામ્યા. સાધુરામે તક ઝડપી લીધી. "મારો
આ છોકરીને !" બાબાનું નાક દબાય તો મોઢું ખોલે છે કે નહિ ?
તેણે
ચેલાઓને ઓર્ડર કર્યો, "મારો આ જુઠા બોલી છોકરીને ! આપણા પવિત્ર બાબાને બદનામ
કરવા આવી છે."
બધા ચેલાઓ ઉભા થઇ છોકરીને ગડદાપાટુંનો માર
મારવા લાગ્યા. બાબા એકદમ સહેમી ગયા. શું કરવું અને શું નહિ ? છતાં તે પોતાની
પ્રતિષ્ઠા ખાતર શાંત રહ્યા.
અચાનક સાધુરામે વધુ કઠોરતા દાખવતા ઓર્ડર
કર્યો, "છોકરી બાબાના ચરિત્ર પર દાગ લગાડી રહી છે, તેના બધા કપડા કાઢી નગ્ન કરો,
તેને ચરિત્ર શું છે તેનો ખ્યાલ આવશે." આ તેનો છેલ્લો દાવ હતો.
ચેલાઓ અનિતાના કપડા કાઢવા લાગ્યા. અનીતા
થરથર ધ્રુજવા લાગી. તે પસ્તાઈ રહી હતી, " અરેરે ! હું મારા પિતાને ક્યા મળવા
આવી? અહી તો મારી ઈજ્જત આબરૂ ધુળધાણી થઇ જશે." તેના હાથમાંથી લોકેટ ક્યાંક
પડી ગયું. દ્રૌપદીના ચીર હરણ વખતે તો
આર્યનારીની ઈજ્જત બચાવવા ભગવાન શ્રી કૃષ્ણે અદ્રશ્ય રહીને ચીર પૂર્યા હતા, પણ આ તો
કળિયુગ છે.
બહુ અતિરેક થતા જોઈ બાબાના આંતરમને લપડાક
મારી, " જોઈ શું રહ્યો છે, તારી નજર સામે તારી પોતાની બેટીની ઈજ્જતના
લીરેલીરા ઉડી રહ્યા છે અને તું ખોટી પ્રતિષ્ઠા ખાતર શાંત બેસી રહ્યો છે ? એવી
પ્રતિષ્ઠાને શું કરવાની જે પોતાની દીકરીની ઈજ્જત ખોઈને મળવાની હોય. હવે મારે મારું
નામ સત્યબાબા છે જે સત્ય કહીને ઉજાગર કરવું જ પડશે.
એકદમ બાબા ઉભી થઇ ગયા, તેમણે બુમ પાડી,
"રૂક જાઓ, આ મારી જ બેટી છે."
બધા આશ્ચર્ય બની જોઈ રહ્યા. સાધુરામે આ તક
ઝડપી લીધી. "તગેડી મુકો, આ પાખંડી બાબાને, એ બ્રહ્મચારી છે જ નહિ."
બધાએ ધક્કા મારી બાબાને અને અનીતાને બહાર
કાઢ્યા. તેનો સોનાનો હાર અને હીરાની વીંટી ઝુંટવી લીધા.
બહાર રડતાં રડતાં અનિતાએ કહ્યું,
"બાબા, તમે પહેલા નાં પાડી અને પછી મને કેમ સ્વીકારી ?"
"બેટી, તું જ મારી અને સુનીતાની બેટી
છે, એ મને ખબર પડી, પણ સત્તા, સંપત્તિ અને સન્માનના મોહમાં મેં તને ઓળખવા ઇન્કાર
દીધો, પછી મારી નજર સામે જ મારી બેટીની ઈજ્જત ધૂળમાં મળે એ મારું અચેતન મન સહન નાં
કરી શક્યું. તારા માટે જ મેં મારું સર્વસ્વ જતું કર્યું." બાબાએ સંવેદનાસભર
ખુલાસો કરતા કહ્યું.
"ચાલ, હવે જ્યાં મજુરી મળે ત્યાં
ઝુપડીમાં રહી જીવન શાંતિથી ગુજારીશું." આટલું બોલી બાબા પોતાની બેટીનો હાથ
પકડી ચાલવાં લાગ્યા.
દુરથી નવો બાબા બનેલ સાધુરામ મુંછમાં હસી
રહ્યો હતો. તેને લોકો બાબાની ગાડી પર બેસાડી સોનાનો હાર પહેરાવી રહ્યા હતા.
સ્વર્ગમાંથી રતિ અને કામદેવ પણ સત્યબાબાનો
બેટી પ્રેમ અને સત્યનિષ્ઠાથી ખુશ થઇ આશીર્વાદ વરસાવી રહ્યા હતા.
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
બાબા સત્યવાદી - ગુજરાતી લઘુ બોધ વાર્તા
Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories