વસિયતનામું- ગુજરાતી શોર્ટ મોટીવેશનલ સ્ટોરી
“ તું આખો દિવસ રખડ્યા કરે છે. તેને બદલે કાઇ કામ ધંધો કરે તો સારૂ.” મનહરભાઇ એસી વરસની ઉમરે પણ કડેઘડે હતા. સ્વસ્થ શરીર, કસરત અને વાંચનનો શોખ એમને હજુ માંડ સાઇઠ પાંસઠના હોય તેવા લગાડતા હતા.
“પપ્પા, આ બધી તમારી મિલકતો હવે મારી જ છે ને. હું એકનો એક તો છુ. તમારી દીકરીના તો લગ્ન મારા પહેલા થઈ ગયા છે.”અશોકે બેફિકરાઈથી જવાબ આપ્યો.
“ જો તું કાઇ કામ નહીં કરે તો હું તને મિલકતમાંથી કાઇ નહીં આપું. હું તારી બહેનને આપીશ કે ધર્માદો કરીશ. વસિયતમાં લખતો જઈશ, પછી તું શું કરવાનો” મનહરભાઈ હવે ગુસ્સે થઈ ગયા.
તેમનો એકનો એક દિકરો અશોક વધુ પડતાં લાડપ્યારમા નાનપણથી આવારા અને એદી બની ગયો હતો. નાનપણથી સિગારેટ, દારૂ અને પછી જુગારના રવાડે ચડી ગયો હતો. ભણવામાં જરાય ધ્યાન નહીં. તેથી બાર ધોરણ પાસ કરવું પણ મુશ્કેલ પડી ગયું. ચાર પાંચ ટ્રાયલ પાસ થયા પછી, તેણે જ ભણવાનું બંધ કરી દીધું. આખો દિવસ ગામ ગપાટા, ક્લબો અને છોકરીઓ પાછળ રખડવામાં દિવસ પસાર થઈ જતો.
મનહરભાઇ પોતે સરકારી અધિકારી હતા, તેથી પેન્શન સારૂ. પોતાનું ઘર અને મિલકતો સારી વસાવી હતી. તેના પત્ની મ્ંદાબેન પણ પ્રેમાળ અને કરકસરીયા હતા. તેથી બચતો સારી હતી. હજુ ગયા વરસે જ મનહરભાઇ અને મંદાબેહેને વિચાર્યું કે અશોકના લગ્ન કરી દઈએ. માથે જવાબદારી આવશે તો આપમેળે લાઇન પર ચડી જશે. પણ નોકરીને ભણતર વગરના અશોકને સારા ઘરની છોકરી કોણ આપે?
છેવટે મનહરભાઇની ઇજ્જત અને મોટા ઘરની આબરૂને લીધે, બહુજ મેહનતે સામાન્ય ભણેલી, ગરીબ ઘરની અલકા જોડે અશોકનું ગોઠવાયુ. માબાપને હતું કે હવે તો અશોક સુધરી જશે, પણ થયું ઊલટુંજ, અશોક વધારેને વધારે ખોટા રવાડે ચડતો જ ગયો. ઍક દિવસ અચાનક મંદાબેન બે દિવસના તાવમાં કાયમ માટે ઊકલી ગયા. હવે તો અલકા પણ કંટાળી હતી. રોજેરોજ સસારાના પાસે પૈસા માગવા પણ તેને ગમતા નહીં. પોતાનો વર કાઈ જ કરે નહીં, પછી શું કરવું?
“ પપ્પા, મને વીસ હજાર રૂપિયા આપો.” અશોકે કહ્યું.
“શેના માટે? હજુ ગયા મહિનેતો તને દશ હજાર આપ્યા હતા.” મનહરભાઇ બગડ્યા.
“પપ્પા એ તો ક્યારના ખલાસ થઈ ગયા. આ તો હું ગઈ કાલેજ ક્લબમોં હારી ગયો, તેના માટે જોઈએ છે, જો બે દિવસમાં નહી આપુતો ગુંડાઓ મારા હાથ તોડી નાખશે.” અશોકે સામે ગરમ થઈ કહ્યું.
“ હવે હું તને એક રૂપિયો પણ નહીં આપું.” મનહરભાઇ ખરેખર બગડ્યા.
“ આ બધા રૂપિયા મારાજ છે ને” અશોક હજુ બાપા મનેજ બધી મિલ્કતો આપશે એના નશામાં હતો.
આ બધી મિલકત અમારા હાથમાં આવી જાય તે માટે અશોક અને અલ્કા વિચારમા પડી ગયા, અલ્કાના મગજમાં લખપતિ થવા ખતરનાક વિચાર આવી ગયો. આ બે દિવસમાં જ પપ્પાનું ઢીમ ઢાળી દઈએતો? તેણે અશોકને ઉકસાવ્યો.
“નાના એવુતો ના કરાય, અંતેતો તે મારા પપ્પા જ છે.” અશોકને મનમાં પપ્પાનું માન અને ઋણ હતા.
“પણ હવે એંસીતો થયા. બીજા બે ત્રણ વરસ જીવે અને બધી મિલકત બહેનને જતી રહે તેના કરતાં તેને પતાવી દઈએતો?” અલ્કા પણ જીદે ચડી. તેના મનમાં પણ પપ્પા સામે નફરત હતી, કારણકે દરવખતે પૈસા માગતા પપ્પા તેની ઉપર પણ ચીડતા હતા.
હા-ના કરતાં અંતે અશોક તૈયાર થઈ ગયો. રાત્રે ઊંઘમાં દૂધ સાથે ઘેનની ગોળીઓ ભેળવી પપ્પાને પતાવવાનો પ્લાન ધડાઈ ગયો. પછી ધેનમાં તેને દોરડેથી પંખે લટકાવી આત્મહત્યા કરી તેવો દેખાવ કરવાનું નક્કી થયું. અશોક સાંજે ઘેનની ગોળીઓ નું પત્તું લઈ આવ્યો. પપ્પાના દૂધમાં દશ ઘેનની ગોળીઓ નાખવની હતી.
સાંજના સાત વાગે અચાનક અલ્કાને પિયરથી ફોન આવ્યો, “જલ્દી આવો.” અલ્કા હાફળી ફાફળી પિયર નરોડા દોડી ગઈ. અશોક છેલ્લી વખત પપ્પા જોડે નજર મિલાવી વાત કરતાં પણ થોથવાઇ રહ્યો હતો. મનહરભાઇને પણ અશોકની હરકતોમાં કાઇક અજુગતું લાગ્યું. ત્યોતો અલ્કાનો મોબાઈલ આવ્યો “સાંભળો, આજે રાત્રે મારે અહીંજ રોકાવું પડશે. મારા પપ્પા પડી ગયા છે, ને પપ્પાને પગનું ફેકચર થયું છે. મારે આખી રાત જાગવું પડશે. આપણું કામ કાલે પતાવીએ.”
અશોક ચમકી ગયો. અલ્કા તેના પપ્પાની સેવા માટે રાત્રે રોકાઈ ગઈ, જાગીને સેવા કરવાની વાત કરે છે, ને હું મારા સાજા સમા પપ્પાને પતાવવા ફાફાં મારૂ છુ?
આખી રાત તેને ઊંઘ ના આવી. ઊંઘમાં પડખા ફેરવતા તેને પપ્પાનો કડક વલણવાળો પ્રેમ, અનુશાશનનો આગ્રહ વીગેરે જ દેખાતા રહ્યા.
તેના સદાચારી મને તેને ઠપકાર્યો.“ ગાંડા, તું આ શું કરે છે? તારાજ પપ્પાને મારવા માગે છે. જે તારી ચિંતામાં તને લડે છે. પણ તારા સારા માટેને! અને તે ઊંઘમાથી ચમકીને જાગી ગયો.
“પપ્પા ક્યો છો તમે? મારી ભૂલ થઈ ગઈ.” રડતાં રડતાં તેણે બૂમો પાડી.
બાજુના રૂમમાથી પપ્પા દોડતા આવ્યા. “શું થયું બેટા?”
“પપ્પા હું મિલકત મેળવવા ખોટા વિચારે ચડી ગયો.” અને તેણે તમામ વિગતો ટૂકમાં સમજાવી.
“બેટા, આ બધુ તારૂ જ છે ને, હું તો હવે કેટલા વરસ, પણ તું લાઇન પર ચડી આ મિલ્કતો સાચવે અને સુખી જિંદગી જીવે એટલે જ કડકાઇ બતાવેલી.” કહેતા મનહરભાઇ પણ રડી પડ્યા.
“પપ્પા, પપ્પા” કહેતા અશોકની આંખોમોંથી શ્રાવણ ભાદરવો વહી રહ્યા હતા.
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories