09 નવેમ્બર 2023

કાશીબા ડૂબી ગયા - ગુજરાતી શોર્ટ મોટીવેશનલ સ્ટોરી

 કાશીબા ડૂબી ગયા - ગુજરાતી શોર્ટ મોટીવેશનલ સ્ટોરી


“ કેયૂર , ગજબ થઈ ગયો, હું અને કાશીબા નદીના બ્રિજ પર ચાલવા ગયા હતા, ત્યાં અચાનક પગ લપસવાથી કાશીબા પાણીમાં પડી ગયા, મે બહુ તપાસ કરી, પણ બા ક્યાય દેખાયા જ નહીં. “: કહેતા કામિનીબેન રડવા જેવા થઈ ગયા. 

“ હવે શું કરવું ? હું તરતજ મુંબઈથી ઘરે આવું છુ “ કેયુરે કહ્યું. તેને ચિંતા પેઠી, બાને એકદમ આ શું થઈ ગયું, એકદમ પડી કેવી રીતે ગયા હશે. તે પણ બા અને કામિનીના ઝગડાથી કંટાળી ગયો હતો, પણ બા આમ એકદમ જતાં રહે, તો ચિંતા તો થાય જ ને!  

       સાસુવહુને શરૂઆતથી જ સાડીબારની પનોતી હતી. કોઇ ને કોઈ બાબતે બંને વચ્ચે વાદવિવાદ અને ઝગડા ચાલ્યા જ કરતાં. બાબત નાની હોય, પણ સ્વરૂપ મોટું થઈ જતું.
 બાને ખાવાનું સાદું જોઈએ, અને કામિનીને ફાસ્ટફૂડ અને ચટાકા પસંદ હતા. તેથી ખાવાની બાબતે રોજ બંને વાદવિવાદમાં પડી જતાં. કેયૂર ફેકટરીથી ઘેર આવે ત્યારે ઝગડો ચાલુ જ હોય. પણ પોતાની પત્ની આગળ તેનું કઈ ચાલતુ જ નહીં. કામિની જરા વધારે ઇગોઇસ્ટિક હતી, તેને કોઈ વાતવાત માં ટોકે તે જરાપણ ગમતું જ નહીં, અને કાશીબા ને નાની નાની વાતમાં વહુને શિખામણ આપવા જોઈએ, પછી વાદ વિવાદ અને ઝગડા તો થવાના જ ને ! આ જમાનમાં શિખામણ કોને ગમે છે ?
      કાશીબા ને મોહનથાળ બહુજ ભાવે, પણ કામિની તે ક્યારેય બનાવે જ નહીંને. કેયૂરની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી હતી,પૈસાટકાની કોઈ ખોટ જ નહીં, પણ ઘરના ઝગડાંથી તે કંટાળી ગયો હતો. 
       તેને ધંધાના કામે મુંબઈ જવાનું થયું, અને ચિંતા થવા લાગી, આ બેય નો ઝગડો વધી તો નહીં જાય ને ?
       કાશીબા ને મોહનથાળ ખાવાનું મન થયું, અને તેણે વહુને કહ્યું,” મોહનથાળ બનાવો, પણ કામિનીને મૂડ જ નહીં, તેણે ચોખ્ખી ના પડી દીધી. કાશીબા ચીડયા, “ હું હમણાં કેયૂરને ફોન કરું છુ, મને મોહનથાળ પણ વહુ બનાવી દેતા  નથી. “ કામિની પણ બા ઉપર મનમાં ગરમ થઈ ગઈ. 

 કામિનીના મનમાં ખતરનાક વિચાર આવી ગયો. એક વખત ખરાબ વિચાર મનમાં આવે એટલે તે જ મનમાં ચાલ્યા કરે છે, તેણે કાશીબાથી કાયમી છૂટકારો મેળવવાનો વિચાર કરી લીધો.

    “ ચાલોને બા, નદી કિનારે ચાલવા જઈએ, ત્યાં કિનારે મદિરમાં દર્શન પણ કરીશું.” કાશીબાની ઈચ્છા નહીં, છતા પણ એમણે હા પડી. તેમને આજે વહુ આટલું વહાલ કેમ કરે છે, તે સમજાતું નહોતું. 


 બંન્ને નીકળી પડ્યા નદી કિનારે લટાર મારવા. નદી કિનારે ચાલતા એક જગ્યાએ જોરદાર વહેણ આવ્યું. તરતજ કામિનીએ કહ્યું, “ જુઓ, કોઈ  છોકરી તણાઇ ને જાય છે. “ જેવુ બા એ નીચા વળીને જોયુ કે કામિનીએ આમતેમ જોઈ કોઈ જોતું નથી, તેની ખાત્રી કરી,, જોરથી બાને ધક્કો માર્યો.  

        થોડીવાર સુધી કામિની જોતી રહી, બા ને જોરથી તણાતા જોઈ તેણે હાશ અનુભવી. માંડ છૂટયા બાની કચકચથી વિચારી ખુશ થતી ઘેર ગઈ, અને તેના વરને મુંબઈ ફોન જોડ્યો. કેયૂર તરતજ ફ્લાઇટ માં ઘેર આવી ગયો. બે દિવસ તપાસ કરી, પણ બા નો કોઈ પત્તો ના લાગ્યો. અંતે તેમણે બાના નામનું નાહી નાખ્યું. 

        કાશીબાતો તણાતા ખૂબ દૂર સંધ્યા વૃધ્ધાશ્રમ માં પહોચી ગયા. ત્યાના સ્ટાફ ના માણસોએ દોડીને માજીને તણાતા બચાવી લીધા. બા ને તો અહી ફાવી ગયું.તેણે તો અહી જ રહેવાનુ નક્કી કરી દીધું. 

        મહિના પછી બા નો જન્મદિવસ આવતો હતો. કેયૂર શેઠ અને કામિની શેઠાણીએ આ દિવસે સંધ્યા વૃધ્ધાશ્રમમા લોકોને મિષ્ટાન ભોજન આપવાનું નક્કી કર્યું. દાતાનુ નામ સાભાળી કાશીબા ક્ષોભિત થઈ ગયા, હું જીવું છુ ને મારા નામનું ભોજન !!

        કાશીબાની તસ્વીર ને મોટો ચંદનનો હાર ચડાવી કામિની શેઠાણી રડતાં અવાજે બોલવા ઊભા થયા.” અમારા કાશીબા આજે હયાત નથી, અચાનક આપણી વચ્ચેથી નદીમાં દુબીને વિદાય થઈ ગયા છે, જેની અમોને મોટી ખોટ પડી છે. તેમનો પ્રેમાળ સ્વભાવ યાદ કરતાં આજેય મને રડવું આવે છે. અમે બંને હમેશા તેમને પૂછીને જ કોઈ પણ કામ કરતાં.” બાજુમાં બેઠેલા કેયૂરભાઈ આ સાંભળી ખુશ થઈ માથું હલાવવા લાગ્યા.અંદર બેઠેલા કાશીબા આ સાંભળી ગુસ્સામાં સળગી રહ્યા હતા, બધુજ હળાહળ જુઠ !!

      આગળ બોલતા કામિનીબેન બોલ્યા, “ કાશીબાને મોહનથાળ બહુ જ ભાવતો, તેની યાદમાં આજે આપ સૌને મોહનથાળ મિષ્ટાન ભોજનમાં આપવામાં આવશે.”

 કાશીબા આ સાંભળી રડી પડ્યા, જીવતા કાશીબાને માંગે તોય મોહનથાળ નહીં, અને મૃત બા પાછળ લોકોને સામેથી મોહનથાળ !! અને તે એકદમ બહાર આવી ગયા. કામિની અને કેયૂર કાશીબા ને જીવત્તા જોઈ થથરી ગયા. આ શું? બા તો જીવે છે. 

      કાશીબા શાંત ચિત્તે બોલ્યા, “ મારા મોતનો શોક મનાવવાને બદલે જીવતા હોવાનો આનંદ મનાવી મોહનથાળ ખાઓ.”  

પણ કોઈના પેટમાં હવે આ મોહનથાળ ઉતરે કઈ રીતે ? કામિની અને કેયૂર નીચું જોઈ રડવા જેવો થઈ ગયા. બધા લોકો એકબીજાસામે જોઈ રહ્યા.

કામિની અને કેયુરે બાને ઘરે આવવા અને સુખેથી રહેવા બહુ વિનંતી કરી, પણ હવે બા માને શેના. એમણે ચોખ્ખું કહી દીધું,” હું અહીજ રહીશ અને જીવીશ. તમે સુખેથી સંસાર ચલાવો.”

       માબાપના મોત પછી શોકસભા, જમણવાર, અને મોટા મંદિરો બનાવનાર બાળકો જીવતા માબાપની સારી સંભાળ લઈ, તેમની ઈચ્છા પૂરી કરતા હોય તો કેટલું સારું ?



 If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/


 કાશીબા ડૂબી ગયા - ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories